તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેતી જજો:હોળી મનાવવા વોટરપાર્કમાં ગયા તો સુપર સ્પ્રેડેર બનશો, પાર્ટીપ્લોટ બંધ થતા અમદાવાદીઓની ધૂળેટી રમવા વોટરપાર્ક જવાની તૈયારી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરોમાં હોળી ધુળેટી પર પ્રતિબંધ થતા ઉત્સાહી શહેરીજનો શહેર નજીકના વોટરપાર્ક તરફ દોડ્યાં

રાજ્યમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે, રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. વધતા કેસના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજીતરફ આવતીકાલે ધૂળેટીનો તહેવાર છે. ત્યારે અમદાવાદમાં ધૂળેટીનો તહેવાર જોરશોરથી ઉજવાય છે. પરંતુ શહેરની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ધૂળેટીના તહેવાર પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. પરંતુ હવે અમદાવાદીઓ શહેરની આસપાસ આવેલા વોટરપાર્કમાં જઈને ધૂળેટી મનાવવાની તૈયારી કરી રહ્યા છે. તો જો આ સમય વોટરપાર્કમાં કોઈ એક પણ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત હશે તો બહુ મોટાપાલે કોરોના વિસ્ફોટ થઈ શકે છે.

પાર્ટીપ્લોટ બંધ થયા વોટરપાર્ક જશે અમદાવાદીઓ?
આ વર્ષે અમદાવાદીઓએ શહેરની આજુબાજુ આવેલા વોટરપાર્કમાં તહેવારની ઉજવણી કરવાનું નક્કી કરી લીધું છે. સાથે શકુંશ વોટરપાર્ક, સ્વપ્નસૃષ્ટિ વોટરપાર્ક, સ્પ્લેશ વોટરપાર્ક અને બ્લીસ વોટરપાર્ક આ તમામ જગ્યાએ અમદાવાદની નજીક હોવાથી મોટાભાગના લોકો તહેવાર અહીયા મનાવશે. વોટરપાર્કના માલિકોએ પણ જણાવ્યું કે, અમે સરકારની ગાઈડલાઈન મુજબ વોટરપાર્ક ચલાવી રહ્યા છે. જેમાં તમામ લોકોનું થર્મલ સ્ક્રિનિંગ થાય છે અને સેનેટાઇઝિંગ કર્યા બાદ તેઓ ને પ્રવેશ આપવામાં આવે છે સાથે વોટરપાર્કમાં અમે સોશિયલ ડિસ્ટન્સ જળવાયએ માટે વ્યવસ્થા કરી છે. પરંતુ સરકાર અમને જે સૂચન કરશે તેને અમે માન્ય રાખી ને અનુસરી છું. પરંતુ અમદાવાદના લોકો આ વખતે તહેવારની ઉજવણી ઘરે કરે તેમાજ સૌની ભલાઈ છે કારણકે રાજ્યના સૌથી વધુ કેસ અમદાવાદમાં જ છે.

જો કોઈ એકને કોરોના હશે તો વોટરપાર્કમાં કોરોનાનું સંક્રમણ ફેલાઇ શકે છે
જો કોઈ એકને કોરોના હશે તો વોટરપાર્કમાં કોરોનાનું સંક્રમણ ફેલાઇ શકે છે

વોટરપાર્કમાં કોરોના સંક્રમણ ફેલાવાની પૂરેપૂરી શકયતા
આ મામલે SMS હોસ્પિટલ ના સુપ્રીડેંન્ટ ડૉ.એમ.એમ.પ્રભાકરે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાલની પરિસ્થિતિ પ્રમાણે વોટરપાર્કમાં લોકોએ જવાનું ટાળવું જોઈએ.વોટરપાર્કમાં લોકોની ભીડ થાય અને જો કોઈ સંક્રમિત વ્યક્તિ પુલમાં હોય તો તેને શ્વાસોશ્વાસના કારણે તે બીજાને સંક્રમિત કરી શકે છે અને આ રીતે વોટરપાર્કમાં કોરોનાનું સંક્રમણ ફેલાઇ શકે છે. વોટરપાર્કમાં તમામ વ્યવસ્થા હોય પરંતુ જો એક સંક્રમિત વ્યક્તિ અંદર પ્રવેશી જાય તો તે બધાને માટે જોખમી સાબિત થઈ શકે છે. આ તહેવારમાં લોકોએ બને ત્યાં સુધી ઘરમાં જ રહેવું જોઈએ.

કોરોનાના કારણે હોળી-ધૂળેટીના ઉત્સવમાં ફિકાસ
રાજ્યમાં હાલ આંશિક લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં કેટલીક સુવિધાઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યા છે. સાથે રાજ્યમાં ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યું છે તો કેટલાક ગામમાં તો સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાંની વાત કરીએ તો ઘણા દિવસોથી રોજના 500થી વધારે કેસ નોંધાઇ રહ્યા છે. સાથે સૌથી વધારે કન્ટેનમેન્ટ ઝોન પણ અમદાવાદ શહેરમાં જ છે. અહીંયા દર વર્ષે હોળી ધુળેટીની ઉજવણી જોરોશોરોથી કરવામાં આવે છે. જેમાં પાર્ટીપ્લોટમાં રેન ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વખતે કોરોનાના કારણે હોળીના ઉત્સવમાં ફિકાસ જોવા મળી રહી છે. જોકે સરકારએ પણ લોકોના સ્વાસ્થ્યના હિતને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લીધો છે.

અમે સરકારની ગાઈડલાઈન મુજબ વોટરપાર્ક ચલાવી રહ્યા છે: સંચાલક
અમે સરકારની ગાઈડલાઈન મુજબ વોટરપાર્ક ચલાવી રહ્યા છે: સંચાલક

1લી એપ્રિલથી ગુજરાતમાં પ્રવેશ પહેલા ટેસ્ટ ફરજિયાત
સરકાર દ્વારા હાલ તો લોકડાઉન અંગે કોઈ વિચારણા નથી તેમ કહેવા આવ્યું છે, પરંતુ પરિસ્થિતિ ગંભીર થતા રાજ્ય સરકાર મોટો નિર્ણય લઇ શકે છે. સરકાર 1લી એપ્રિલથી કોઈ પણ રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ મુસાફરો નો RTPCR રિપોર્ટ નેગેટિવ હશે તો જ પ્રવેશ આપવામાં આવશે તેઓ નિર્ણય લીધો છે. પરંતુ બીજી બાજુ જો રાજ્ય સરકાર વોટરપાર્કને લઈને કોઈ નિર્ણય નહીં લે તો કોરોના વિસ્ફોટ થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

ચાર મહાનગરોમાં ધૂળેટી પર પ્રતિબંધ
રાજ્યમાં ચાર મહાનગરોમાં કોરોનાને ધ્યાનમાં રાખીને હોળી ધૂળેટીની જાહેરમાં ઉજવણી પર પ્રતિબંધ મુકાયો છે. સાથે ચારેય મહાનગરોના તમામ પાર્ટીપ્લોટ કે ખાનગી સ્વિમિંગ પુલમાં પણ ધુળેટીને લઈને કોઈ આયોજન નહીં કરી શકાય. એટલે મોટાભાગના લોકો આ તહેવારની ઉજવણી કરવા માટે શહેરની આજુબાજુમાં આવેલા વોટરપાર્કમાં એકઠા થઇને ઉજવણી કરી શકે છે. જેમાં કેટલાક વોટરપાર્કમાં તો આ પર્વની ઉજવણી માટેની તૈયારી પણ કરી દેવામાં આવી છે.જેમાં મોટાભાગના લોકો એ વોટરપાર્ક માં જવાનું પ્લાનિંગ કરી લીધુ છે.

મેચ બાદ હવે વોટરપાર્કમાં પણ કોરોના વિસ્ફોટની શક્યતા
હાલની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખતા જો વોટરપાર્ક માં લોકો એકસાથે મોટી સંખ્યામાં ભેગા થાય તો મેચ બાદ હવે આ વોટરપાર્કમાં પણ કોરોના વિસ્ફોટ થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. જેમાં લોકો ની ભીડ ના કારણે સંક્રમણ ફેલાવની શક્યતાઓ વધી જાય છે સાથે પાણી માં એક સાથે વધારે લોકો ભેગા થાય અને તેમાં કોઈ સંક્રમિત વ્યક્તિ આવે તો વોટરપાર્ક માં કેટલાક લોકો સુપરસ્પ્રેડર બની શકે છે .અને તેઓ ના કારણે કોરોના નું સંક્રમણ ફેલાતું રોકી શકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો