કોર્પોરેશનને લાખો રૂપિયાની ખોટ:AMCના માલિકીના ક્વાટર્સના મકાનોમાં રહેતા લોકો ટેક્સ ભરતા નથી, ટેક્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાશે

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના રહેણાંક મકાનો એટલે કે મ્યુનિસિપલ ક્વાટર્સ અને EWS આવાસ યોજનાના મકાનોમાં તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નામ હોય છે. જ્યારે કબજેદાર તરીકે મકાનમાં રહેતા વ્યક્તિનું નામ હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માલિકીના ક્વાટર્સના મકાનોમાં રહેતા લોકો દ્વારા ટેક્સ ભરવામાં આવતો નથી તેમજ જ્યારે મકાન અન્ય વ્યક્તિને રહેવા આપી દેવાય છે ત્યારે નામ બદલવામાં આવતું નથી. જેના કારણે કેટલાક લોકો ટેક્સ ભરતા નથી. જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લાખો રૂપિયાની ખોટ જાય છે. આ પ્રશ્નને લઈ વિવિધ વિભાગોનો અભિપ્રાય મેળવવામાં આવશે બાદ કઈ રીતે આમાં ટેક્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવી તેનો નિર્ણય લેવાશે.

કબજેદાર તરીકે કેટલાક લોકોના નામ હોતા નથી
રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના રહેણાંક મકાનો જેવા કે મ્યુનિસિપલ ક્વાટર્સ અને EWS આવાસ યોજનાના મકાનોમાં કબજેદાર તરીકે કેટલાક લોકોના નામ હોતા નથી. જ્યારે કેટલાક લોકોના નામ બદલવામાં આવ્યા નથી જેના કારણે કોર્પોરેશનમાં તેઓ ટેક્સ ભરતા નથી. આ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. આ ટેક્સની આવક ફરીથી ઊભી થાય અને કોર્પોરેશનને નુકસાન ન જાય તેને ધ્યાનમાં રાખી અને વિવિધ વિભાગોના આમાં અભિપ્રાય લઈ અને ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ આ મામલે નિરાકરણ લાવવા આવશે.

એક વર્ષ સુધી અરજીઓ પેન્ડિંગ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખાલી બંધની જે અરજીઓ કરવામાં આવે છે તે નાણાકીય વર્ષની શરૂઆતમાં એટલે કે એપ્રિલ મહિનામાં કરવામાં આવે છે. જેથી બિલનું યુનિટ જનરેટ થતું નથી અને અરજીઓ પેન્ડિંગ પડી રહે છે. એક વર્ષ સુધી અરજીઓ પેન્ડિંગ પડી રહે છે તેને દૂર કરવા માટે થઈ અને હવે નાણાકીય વર્ષ પૂરું થાય ત્યારે જ જો ખાલી બંધની અરજી કરી દેવામાં આવે તો તેનું નિરાકરણ આવી શકે તેમ છે.

358 કરોડની આવક સામે 76 કરોડની વ્યાજ માફી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 100 ટકા વ્યાજ માફીની સ્કીમ અમલમાં મૂકવામાં આવી છે ત્યારે તેનો લાભ લોકો લઈ રહ્યા છે કુલ 2.09 લાખ લોકોએ ટેક્સ ભર્યો છે. જેમાં રૂ. 281 કરોડની કુલ આવક થઈ છે. જૂની ફોર્મ્યુલાના રૂ. 1.61 કરોડ જ્યારે નવી ફોર્મ્યુલા મુજબ રૂ. 131 કરોડની આવક થઈ છે. રૂ. 358 કરોડની આવક સામે 76 કરોડની વ્યાજ માફી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...