હમશકલની બોલબાલા:સ્ટેડિયમ બહાર 'વિરાટ લાઇટ' જામ્યો, કોહલીના હમશકલ સાથે સેલ્ફી અને ફોટો પડાવવા લોકોની લાઇનો લાગી

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિરાટ કોહલીનો હમશકલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અંતિમ ટેસ્ટ મેચ જોવા માટે પહોંચ્યો. - Divya Bhaskar
વિરાટ કોહલીનો હમશકલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અંતિમ ટેસ્ટ મેચ જોવા માટે પહોંચ્યો.
  • વિરાટ કોહલીની કપ્તાન તરીકે 60મી ટેસ્ટ, સૌથી વધુ ટેસ્ટમાં ભારતની કપ્તાનીના મામલે ધોનીની બરાબરી કરશે
  • કોહલીના હમશકલ સાથે લોકોએ સેલ્ફી લેવા પડાપડી કરી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજથી અંતિમ મેચ રમાઈ રહી છે. ઇન્ડિયા-ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝની આ મેચ ભારત માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટેની મહત્ત્વની મેચ રહેશે. ભારતે આ મેચ ડ્રો કરવા માટે અથવા જીતવા માટે રમવાની રહેશે. અગર ભારત હારી જશે તો ઓસ્ટ્રલિયા આપમેળે ફાઈનલમાં પહોંચી જશે, જેથી આ મહત્ત્વની મેચને લઈને સવારથી જ ક્રિકેટરસિયાઓ સ્ટેડિયમ પહોંચ્યા હતા. અલગ અલગ ક્રિકેટપ્રેમીઓએ વિવિધ વેશ ધારણ કરીને સ્ટેડિયમ ખાતે આવવાનું શરૂ કરી દીધું છે. ત્યારે વિરાટ કોહલીનો ફેન પણ સ્ટેડિયમમાં આવ્યો હતો, જે વિરાટ જેવો જ દેખાતો હતો, જેથી લોકોની નકલી વિરાટ સાથે સેલ્ફી અને ફોટો પડાવવા ભીડ ભેગી થઈ હતી.

નકલી વિરાટ સાથે ફોટો અને સેલ્ફી લેવા લોકોની લાઈનો લાગી.
નકલી વિરાટ સાથે ફોટો અને સેલ્ફી લેવા લોકોની લાઈનો લાગી.

વિરાટના હમશકલ સાથે લોકોએ સેલ્ફી લીધી
મણિનગરમાં રહેતો પ્રેમ ચુનારા ક્રિકેટપ્રેમી છે અને દરેક મેચમાં હાજરી આપે છે. ત્યારે આજે ચોથી ટેસ્ટ મેચમાં પણ તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવ્યો હતો, જે આબેહૂબ વિરાટ કોહલી જેવો દેખાઈ રહ્યો હતો. તેવામાં વિરાટ કોહલી સાથે ફોટો પડાવવો મુશ્કેલ છે, જેથી લોકોએ નકલી વિરાટ સાથે ફોટો પડાવવા માટે લાઈનો લગાવી દીધી હતી. બહારથી આવતા લોકો પણ ઉત્સાહ સાથે નકલી વિરાટ સાથે ફોટો અને સેલ્ફી લેવા લાઈનમાં ઊભા રહી ગયા હતા, જેમાં વિરાટ જ નહીં, પરંતુ અન્ય ખેલાડીઓના ફેન પણ સેલ્ફી લેવા માટે આવતા હતા, જેમને જોવા અને ફોટો પડાવવા લોકો આતુર હતા.