તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભયભીત બન્યું અમદાવાદ:કોરોનાની નવી લહેરે ભારે કરી, ગત વર્ષે ટેસ્ટિંગ બૂથથી ‘દસ ગજ કી દૂરી’ રાખનાર લોકો આજે સામે ચાલી ટેસ્ટ કરાવવા દોડ્યાં

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના પૂર્વ તેમજ પશ્ચિમના કોવિડ ટેસ્ટિંગ સેન્ટરોમાં લોકોની સવારથી રેપીડ ટેસ્ટ માટે લાઈનો લાગી
  • કોવિડ ટેસ્ટની સાથે વેક્સિનેશન માટે પણ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે

શહેરમાં કોરોનાની અત્યંત ગંભીર સ્થિતિના કારણે નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગુજરાતમાં કોરોનાની શરૂઆતથી જ અમદાવાદ સૌથી હોટ સ્પોટ સિટી રહ્યું છે. પરંતુ 2020ની સરખામણીએ હાલમાં સ્થિતિ વધુ સંકટમય છે. જેના કારણે જે લોકો ગત વર્ષે કોરોના ટેસ્ટિંગ બૂથની આસપાસ પણ નહોતા જતા તેઓ આજે મોટી-મોટી લાઈનો લગાવીને કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે. શહેરના પૂર્વ તેમજ પશ્ચિમના મોટાભાગના કોરોના ટેસ્ટિંગ સેન્ટરોમાં લોકોની સવારથી રેપીડ ટેસ્ટ માટે લાઈનો લાગી રહી છે. હાલમાં કોરોનાની નવી લહેર ચાલી રહી છે. જેમા અનેક લોકોમાં કોવિડના નવા લક્ષણો જોવા મળી રહ્યા છે.

ટેસ્ટિંગથી દૂર ભાગતા, આજે સામે ચાલીને આવે છે
શહેરમાં હાલમાં દરરોજ 500-600 નવા કેસ તેમજ 5થી 10 લોકોના કોરોનાના કારણે મોત થઈ રહ્યા છે. ગત વર્ષે લોકો ગંભીર તાવ, શરદી, ખાસી સહિત હોવા છતાં ટેસ્ટિંગ સેન્ટરો જોઈને દૂર ભાગતા હતા, પરંતુ આજે સામે ચાલીને લોકો મોટી સંખ્યામાં દૈનિક કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે. સાથે જ વેક્સિનેશન માટે પણ દરરોજ મોટી સંખ્યામાં લોકો શહેરના અલગ-અલગ સેન્ટરો લાઈનો લગાવી રહ્યા છે.

કેટલાક દર્દીઓમાં અલગ-અલગ પ્રકારના લક્ષણો પણ દેખાઈ રહ્યા છે
કેટલાક દર્દીઓમાં અલગ-અલગ પ્રકારના લક્ષણો પણ દેખાઈ રહ્યા છે

કોવિડના નવા લક્ષણોથી જનતામાં ભય વધ્યો
નોંધનીય છેકે, સરકારે દૈનિક 2.5 લાખ લોકોના વેક્સિનેશનનો ટાર્ગેટ રાખ્યો છે. પણ છેલ્લા 2 દિવસ પર નજર કરીએ તો દૈનિક 4 લાખથી વધુ લોકોનું વેક્સિનેશન થઈ રહ્યું છે. હાલમાં કોરોનાની નવી લહેર ચાલી રહી છે. ત્યારે કેટલાક દર્દીઓમાં અલગ-અલગ પ્રકારના લક્ષણો પણ દેખાઈ રહ્યા છે. કેટલાક કેસોમાં તો કોરોનાના લક્ષણો જ દેખાતા નથી પરંતુ વ્યક્તિ પોઝિટિવ હોય છે, ત્યારે જો એ વ્યક્તિ અન્યના સંર્કપમાં આવે તો અન્ય વ્યક્તિઓ માટે જોખમ ઉભૂ થઈ શકે છે. આ પ્રકારના કિસ્સાઓથી લોકો હવે વધુ ભયભીત થયા છે. આને મોટા પ્રમાણમાં કોવિડ ટેસ્ટ તેમજ વેક્સિનેશન કરાવી રહ્યા છે.

કેન્દ્ર સરકારની સૂચના, રેપીડ કરાતા RT-PCR ટેસ્ટ વધારો
ગુજરાતમાં કોવિડ-19 વાયરસના ચેપની સ્થિતિ ચકાસવા માંડ 40થી 50 ટકા જ RT-PCR ટેસ્ટ થઈ રહ્યા છે. કોરોના માટે એન્ટિજન ટેસ્ટ સંપૂર્ણ અક્સીર નથી. લક્ષણો હોય છતાંય ઘણાખરા કિસ્સામાં એન્ટિજન ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવી શકે છે, આથી ભારત સરકારના ગૃહ સચિવ અજય ભલ્લાએ ગુજરાત સરકારને પત્ર લખીને ઓછામાં ઓછા 70 ટકા RT-PCR ટેસ્ટ કરવા સૂચના આપી છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ જેવા મહાનગરો, નાનાં શહેરો તેમજ આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપર તંબુઓ લગાવીને થતા એન્ટિજન ટેસ્ટનો પૂરેપૂરો ડેટા ભારત સરકારના પોર્ટલમાં પણ અપલોડ ન થતો હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં, નાગરિકો માટે વેબસાઈટ પર ઉપલબ્ધ આરોગ્ય વિભાગના ગુજરાત કોવિડ-19 પોર્ટલ પર જે ટેસ્ટના આંકડા આપવામાં આવે છે. તેમાં નાગરિકોના થતા ટેસ્ટના ખર્ચમાં RT-PCR અને એન્ટિજન ટેસ્ટનું પ્રમાણ કેટલું છે એનો કોઈ વિગતો મૂકવામાં આવી નથી.

ગઈકાલે શહેર અને જિલ્લામાં સતત સાતમા દિવસે 600થી વધારે કેસ નોંધાયા
ગઈકાલે શહેર અને જિલ્લામાં સતત સાતમા દિવસે 600થી વધારે કેસ નોંધાયા

શું છે અમદાવાદની સ્થિતિ?
અમદાવાદ શહેર ફરી ડેથસ્પોટ બનવા તરફ જઈ રહ્યું છે. શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. ગઈકાલે શહેર અને જિલ્લામાં સતત સાતમા દિવસે 600થી વધારે કેસ નોંધાયા છે.જ્યારે અમદાવાદ શહેરમાં 4 દર્દીના મોત થતાં મૃત્યુઆંક 2,366 પર પહોંચ્યો છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 74,534 થયો છે. જ્યારે 69,956 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 74,534 થયો
શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 74,534 થયો

શહેરમાં 281 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન
મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 269 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે શહેરમાં સાઉથ બોપલ, મણિનગર, લાંભા, ઘોડાસર,ઓઢવ, કઠવાડા ગામ, નિકોલ, બોડકદેવ, ચાંદલોડિયા, ગોતા, થલતેજ, બોપલ, સાબરમતી, નારણપુરા, પાલડી, નવરંગપુરા અને રાણીપના 29 વિસ્તારોને નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં ઉમેરાયા છે, જ્યારે ઈન્દ્રપુરી, વટવા, ઘોડાસર, ઈસનપુર, સાબરમતી, નારણપુરા, ઉસ્માનપુરા, ભાઈપુરા, રામોલ, નિકોલ અને ગોતા 17 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરાયા છે ત્યારે 281 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો