તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહાઅભિયાનનો ફિયાસ્કો:અમદાવાદમાં સવારથી લોકો લાઈનો લગાવે છે પરંતુ મર્યાદિત સ્ટોક ઉપલબ્ધ, 11 દિવસમાં 3.36 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વેક્સિન માટે લોકોમાં ઉત્સાહ. - Divya Bhaskar
વેક્સિન માટે લોકોમાં ઉત્સાહ.
  • બે દિવસથી વેક્સિન વધ્યા બાદ આજે ગુરુવારે માત્ર 21136 લોકોને જ વેકસીન આપવામાં આવી

કોરોનાની બીજા લહેર બાદ હવે ત્રીજી લહેરથી બચવા માટે રાજ્ય સરકારે તૈયારીઓના ભાગરૂપે લોકોને વેકસીન આપવા માટે વેકસીનેશન મહા અભિયાન શરૂ કર્યું છે. પરંતુ અમદાવાદ શહેરમાં લોકો દરરોજ સવારથી વેકસીનેશન કેન્દ્ર પર વેક્સિન લેવા લાઈનો લગાવે છે પરંતુ વહેલા તે પહેલાંના ધોરણે લોકોને રસી મળી રહી છે. સરકાર પાસે વેકસીનનો સ્ટોક જ ઓછો હોવાથી અમદાવાદમાં મહાઅભિયાનનો ફિયાસ્કો થઈ હવે લેવી હોય તો લાઈનોમાં સવારથી લાગો તેવી સ્થિતિ છે.

અમદાવાદ શહેરમાં આજે ગુરુવારે 100 જેટલા વેક્સિનેશન કેન્દ્રો ઉપર ફકત 21,136 લોકોને વેકસીન આપવામાં આવી હતી જેમાં 11,770 પુરૂષ અને 9366 મહિલાઓનો સમાવેશ થાય છે. અમદાવાદમાં છેલ્લા 11 દિવસમાં 3.36 લાખ લોકોએ વેક્સિન લીધી છે.

સવારથી જ લોકો વેક્સિન માટે લાઇનમાં લાગે છે.
સવારથી જ લોકો વેક્સિન માટે લાઇનમાં લાગે છે.

ગુરુવારે 18થી 44 વયજૂથના 9993 અને 45 વર્ષ ઉપરના 7446 લોકોને વેક્સિન અપાઈ હતી. 60 વર્ષથી ઉપરના માત્ર 1656 લોકોને જ વેકસીન આપવામાં આવી હતી. સુપરસ્પ્રેડર કેટેગરીમાં આવતા 764 લોકોને વેકસીન આપવામાં આવી હતી. અત્યાર સુધી 13, 626 જેટલા સુપરસપ્રેડર કેટેગરીમાં આવતા લોકોને વેકસીન અપાઈ ચૂકી છે. છેલ્લા બે દિવસથી વેકસીનેશન વધ્યું હતું પરંતુ આજે વેકસીનનો સ્ટોક મર્યાદિત હોવાથી વેકસીન વિના જ લોકકનો પરત ફરવું પડ્યું હતું.

અમદાવાદમાં ચુંવાળ ટ્રસ્ટ અને સ્વાવલંબી ટ્રસ્ટના સહયોગથી બહેરામપુરા વિસ્તારમાં કિન્નર સમુદાયના મુખ્ય અખાડામાં વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિન્નર સમુદાયના ભાવના દે અને કશીર દે સહિતના 50 જેટલા કિન્નરોને કોરોના વેકસીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. સંસ્થાના ટ્રસ્ટીઓ અને સામાજિક કાર્યકર ચંદુભાઈ પટેલ, મલ્હાર દવે તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટ પણ હાજર રહ્યા હતા. વેકસીનેશન કેમ્પને વધુ વેગવંતું બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

તારીખ

વેકસીન લેનાર લોકો

21 જૂન38,311
22 જુન39541
23 જૂન41887
24 જુન41390
25 જૂન33355
26 જૂન27509
27 જૂન20,158
28 જૂન22506
29 જૂન25,289
30 જૂન25,610
01 જુલાઈ21136
કુલ3,36,694
અન્ય સમાચારો પણ છે...