તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિયાલિટી ચેક:અમદાવાદમાં લોકો સવારથી વેક્સિન લેવા લાઈનમાં ઉભા રહ્યાં પણ વેક્સિનનો જથ્થો નહીં હોવાથી પરત ફરવું પડ્યું

અમદાવાદ3 મહિનો પહેલા
અમદાવાદમાં રસી લેવા માટે આવેલા લોકો નિરાશ થઈને પરત ફર્યાં
  • વસ્ત્રાપુરમાં કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધેલ લોકોએ જથ્થો નહીં હોવાથી નિરાશ થઈને પરત ફરવું પડ્યું.
  • વસ્ત્રાપુરમા કોમ્યુનિટી હોલમાં બોર્ડ લાગ્યું હતું કે માત્ર કોવેક્સિન જ મળશે.

રાજ્યમાં વેક્સિનેશન માટે મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. થોડા દિવસ અગાઉ સ્પોટ પર જ રજિસ્ટ્રેશન કરીને વેક્સિન આપવાની કામગીરી શરૂ કરાઈ હતી. જેના કારણે લોકો મોટી સંખ્યામાં વેક્સિન લેવા માટે ઉમટ્યાં હતાં. છેલ્લા બે દિવસથી સેન્ટરો પર વેક્સિનના ડોઝ ખુટી પડ્યાં છે. શનિવાર અને રવિવારની રજામાં વેક્સિન લેવા લોકો નિરાશ થઈને પરત ફર્યાં હતાં. આજે રવિવાર હોવાથી મોટી લોકો સવારથી વેક્સિન લેવા પહોંચ્યા હતા. પરંતુ વેક્સિનની અછતના કારણે અનેક લોકોએ વેક્સિન વિના પરત આવવું પડ્યું હતું.

દિવ્યભાસ્કરે વેક્સિનેશનનું રિયાલીટી ચેક કર્યું
દિવ્યભાસ્કર દ્વારા અલગ અલગ વેક્સિન સેન્ટર પર જઈને રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે વેક્સિન સેન્ટરમાં અલગ અલગ સમસ્યા જોવા મળી હતી. સૌ પ્રથમ ઘાટલોડિયામાં આવેલ લક્ષ્મી પ્રાથમિક સ્કૂલના વેક્સિન સેન્ટર પર જઈને તપાસ કરવામાં આવી હતી. તો વેક્સિન સેન્ટર જ બંધ હતું અને બહાર બોર્ડ લગાવ્યું હતું જેમાં લખવામાં આવ્યું હતું કે ઉપરની કચેરીની સૂચના મુજબ સ્કૂલમાં તમામ લોકો માટે વેક્સિન કામગીરી બંધ રાખવામાં આવેલી છે. અગાઉ જાહેરાત ના કરવામાં આવી હોવાનો કારણે સવારથી અનેક લોકો વેક્સિનેશન સેન્ટર પર પહોંચ્યા હતા પરંતુ બોર્ડ વાંચીને પરત ફર્યા હતા.

કોવિશિલ્ડની જગ્ચાએ કોવેક્સિન હોવાથી લોકોએ રસી લેવાનું ટાળ્યું
કોવિશિલ્ડની જગ્ચાએ કોવેક્સિન હોવાથી લોકોએ રસી લેવાનું ટાળ્યું

200 ડોઝ હોવાથી 200 લોકોને જ ટોકન અપાયા
વસ્ત્રાપુરમાં આવેલ કોમ્યુનિટી હોલ ખાતે પણ તપાસ કરવામાં આવી હતી ત્યાં પણ બહાર એક બોર્ડ લગાવેલ હતું જેમાં લખ્યું હતું કે કોવિશિલ્ડ વેક્સિન આપવામાં આવશે નહિ. માત્ર કોવેક્સિન જ આપવામાં આવશે. આ બોર્ડ જોયા બાદ પણ અનેક લોકો ફર્યા હતા. મોટાભાગના 45 વર્ષથી વધુ વયના લોકોએ અગાઉ કોવિશિલ્ડ વેક્સિન લીધી હતી તેઓ બીજા ડોઝ માટે આવ્યા હતા અને 18 થી 44 વર્ષની વયના લોકો કોવેક્સિન લેવાનું ટાળી રહ્યા હતા.જેથી સેન્ટર પર વેક્સિન હોવા છતાં કોઈ ભીડ જોવા નહોતી મળી. શાહપુરના લાલા કાકા હોલ ખાતે સવારે 7 વાગ્યાના લોકો લાઈનમાં ઊભા હતા.પરંતુ 200 વેક્સિનનો જ સ્ટોક હોવાને કારણે 200 લોકોને ટોકન આપવામાં આવ્યા હતા. જેથી સવારના લાઈનમાં ઉભેલા અનેક લોકો નિરાશ થઈને પરત ફર્યા હતા.

ત્રણ વખત ધક્કા ખાધા હવે પૈસા ખર્ચીને વેક્સિન લેવી પડશે
વસ્ત્રાપુર સેન્ટર પર આવેલ સતીશ ડાભીએ જણાવ્યું હતું કે હું વિકલાંગ છું. મારે કોવિશીલ્ડ રસી લેવી છે. પરંતુ અહીંયા કોવેક્સિન આપવામાં આવી રહી છે.ગઈકાલે પણ હું આવ્યો હતો ત્યારે પણ ના મળી અને આજે પણ ના મળી એટલે હું પરત જઈ રહ્યો છું. આદિત્યભાઈએ જણાવ્યું હતું કે હું કોવિશિલ્ડના બીજા ડોઝ માટે આવ્યો છું. પરંતુ વેક્સિન નથી. કાલે પણ આવ્યો હતો. 2 દિવસથી ધક્કા ખાવ છું. થલતેજ, સિંધુ ભવન પણ જઈ આવ્યો બધી જગ્યાએ આજે વેક્સિન નથી. હજુ નહિ મળે તો પૈસા ખર્ચીને વેક્સિન લેવી પડશે.

લોકોને લાંબી લાઇનમાં ઊભા રહેવા છતાં ટોકન મળતા નથી
લોકોને લાંબી લાઇનમાં ઊભા રહેવા છતાં ટોકન મળતા નથી

વેક્સિનેશનની જાહેરાત થાય છે પણ જઈએ તો ડોઝ નથી હોતા
શાહપુર ખાતેના સેન્ટર પરના રાજુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે સવારના 7 વાગ્યાનો લાલા કાકા હોલ ખાતે વેક્સિન લેવા આવ્યો છું અને 5 કલાક ઊભા રહ્યા બાદ કહેવામાં આવે છે કે ટોકન પૂરા થઈ ગયા. કાલે પણ આવ્યો હતો પરંતુ ટોકન મળ્યું નહોતું. હું રોજ કમાઈને રોજ ખાવા વાળો માણસ છું. રોજ રજા પાડીને વેક્સિન લેવા આવવુ શક્ય નથી. કમળાબેને જણાવ્યું હતું કે સવારના ઊભા હતા તો હમણાં કહે છે કે વેક્સિન જ નથી. 3 દિવસથી વેક્સિન લેવા આવી છીએ પરંતુ ટોકન જ પૂરા થઈ ગયા છે. લાંબી લાઇનમાં ઊભા રહેવા છતાં ટોકન મળતા નથી. આમ તો વેક્સિન લેવા રોજ ઘરે આવીને જાહેરાત કરવામાં આવે છે. હવે વેક્સિન લેવા આવ્યા ત્યારે વેક્સિન જ નથી.

લોકો રસી લેવા માટે પહોંચ્યા પણ સ્ટોક નહીં હોવાથી નિરાશ થઈને પરત ફર્યા
લોકો રસી લેવા માટે પહોંચ્યા પણ સ્ટોક નહીં હોવાથી નિરાશ થઈને પરત ફર્યા

સ્ટોક નહીં હોવાથી લોકોમાં આક્રોશ
અમદાવાદ શહેરમા કોરોના રસીકરણ માટે કોવિશિલ્ડ નો સ્ટૉક ખતમ થઇ જતા છેલ્લા ત્રણ દિવસથી રસી મુકવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ હોવા છતા લાભાર્થીઓ પરત આવે છે અને આ ડોઝ પ્રથમ વાર લીધો હોય તેને કોવિશિલ્ડ 84 દિવસે બીજો ડોઝ લેવાનો હોય છે.તે વિદેશ જવા માટે આ રસીનુ સર્ટિ માન્ય ગણાય છે. હાલમા સરકારે દરેક સેન્ટર પર 1 હજાર રસી ફાળવવાનું કહી માત્ર બસો રસી ફાળવી અન્યાય કરેલ છે. લોકોએ નોકરીમાં રજા મુકી રજીસ્ટ્રેશન કરાવી તારીખ લઇ લાઇનમા ઉભા રહી રસી ન મળતા તેના સ્ટૉક ન હોવાના મેસેજ મળતા નારાજ થઈ આક્રોશ ઠાલવેલ છે.

સાચી માહિતી સમાજને આપવા ‘આપ’ની માંગ
હાલમા રામોલ,જનતાનગર,સ્વામિનારાયણ ગુરુકુળ, હાથીજણ અને અન્ય નાના સ્કુલો વાળા અમદાવાદ શહેરના તમામ સેન્ટરો પર રસી આપવાનુ બે દિવસથી બંધ કરવામા આવેલ છે. એક તરફ ભારત સરકાર પુરતો સ્ટૉક છે અને રસી લેવા માટે જનતાને જાગૃત કરે છે બીજી તરફ રસીનો સ્ટૉક ન આવતા જનતા સેન્ટર પર જઈ પાછી આવે છે. એટલે હાથીના બતાવવાના અને ચાવવાના બે અલગ છે ત્રીજી લહેર ની સામે લડવા માટે સરકાર પાસે પુરતો રસીનો સ્ટૉક નથી જેથી આ અંગે રસિના સ્ટોકનો શ્વેતપત્ર બહાર પાડી ખરેખર સાચી માહિતિ સમાજને આપવા આમ આદમી પાર્ટિના વટવા વિધાનસભાના અગ્રણી હેત પટેલે જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...