તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • People Have Been Standing In Line For 2 Hours To Get Tested At The Corona Testing Dome In Ahmedabad, The Medical Team Is Not Visible Till 11 Pm.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગ ડોમમાં ટેસ્ટ કરાવવા લોકોએ લાઈન લગાવી, 2 કલાક સુધી મેડિકલ ટીમ પહોંચી નહીં

અમદાવાદએક મહિનો પહેલા
કોરોના ટેસ્ટિંગ માટે આવેલા લોકોએ બળાપો કાઢ્યો
  • શહેરમાં ઇન્કમટેક્સ, મ્યુનિસિપલ માર્કેટ અને લૉ ગાર્ડન આગળ ટેસ્ટિંગ ડોમમાં લોકોની લાઇન લાગી પણ ટેસ્ટિંગ કરનારી મેડિકલ ટીમના ઠેકાણા નથી

અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી 500થી વધારે કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. જેને લઈને શહેરમાં કોરોના ટેસ્ટિંગ ડોમ પણ વધારી દેવામાં આવ્યા છે. AMC એ કોરોના ટેસ્ટિંગ માટે તૈયાર કરેલા ડોમને લઈને વિવાદ સર્જાયો છે. કોરોના ટેસ્ટિંગ સવારે 9 વાગ્યાથી શરૂ કરવા માટે AMC એ મેડિકલ ટીમને સૂચના આપી છે. ત્યારે મોટાભાગના ટેસ્ટિંગ ડોમમાં 11 વાગ્યા સુધી કોઈ મેડિકલ ટીમ જોવા મળતી નથી. લોકો સવારે 8:30 વાગ્યે આવીને રાહ જુએ છે કે 9 વાગે તેઓ ટેસ્ટ કરાવે પણ અહીં તો 2 કલાક સુધી કોઈ દેખાતું જ નથી.

સવારે 9 વાગ્યાથી રાહ જોઈ પણ ટીમ ના આવી
શહેરના મેયરના બંગલાની સામે તૈયાર કરવામાં ડોમની પણ આજ હાલત છે. તેની સાથે ઇન્કમટેક્ષ અને નવરંગપુરામાં મ્યુનિસિપલ માર્કેટના ટેસ્ટિંગ ડોમ પર પણ આવી રીતે જ લોકો મેડિકલ ટીમની રાહ જોઈ રહયા છે. લો ગાર્ડન મેયર બંગલા ની સામે ના ટેસ્ટિંગ સેન્ટર પર ટેસ્ટિંગ કરાવા આવેલા યુવક એ DIVYA BHASKAR સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ 9 વાગ્યા પહેલા ના રાહ જોઈ રહ્યા છે કોઈ મેડિકલ ટીમ આવી નથી. આવી બેવડી નીતિ ન ચાલે જેમાં રાત્રે વેપારીઓ ને 9 વાગ્યા પહેલા બંધ ન કરે તો દંડ વસુલવાનો અને આ લોકો મોડા આવે તો પ્રજા ને હેરાન થવાનું.

ટેસ્ટિંગ માટેના ડોમ પર મેડિકલ ટીમ સમયસર પહોંચતી જ નથી
ટેસ્ટિંગ માટેના ડોમ પર મેડિકલ ટીમ સમયસર પહોંચતી જ નથી

ટેસ્ટ માટે ત્રણ જગ્યાએ ફરીને આવ્યા
કોરોના ટેસ્ટ કરાવવા માટે 3 જગ્યા એ ફરી ને આવેલા રાજેશભાઈ એ DIVYA BHASKAR સાથે ની વાતચીતમાં જણાવ્યું કે હું 9 વાગ્યે ઇન્કમટેક્સ ગયો ત્યાં મેં રાહ જોઈ કોઈ આવ્યું નહીં તો હું મ્યુનિસિપલ માર્કેટ આગળ ગયો ત્યાં પણ 25 જેટલા લોકો રાહ જોઈ ને ઉભા હતા.અને હાલ અહીયા લો ગાર્ડન આવ્યો છું અહીં પણ મેડિકલ ટિમ નથી તો હવે શું કરવાનું અમારે..? જો સમયસર ટેસ્ટ જ નઇ થાય તો પછી કોરોના નું સંક્રમણ વધવાનું જ છે.

તંત્રની કામગીરી પર લોકોએ સવાલો ઉઠાવ્યા
તંત્રની કામગીરી પર લોકોએ સવાલો ઉઠાવ્યા

અમદાવાદમાં કોરોનાનો ગ્રોથ 1000 ટકાને પાર
શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણથી લોકોમાં ફરી એકવાર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત 5 દિવસથી દરરોજ 500ની આસપાસ પોઝિટિવ દર્દીઓ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સાથે જ માત્ર એક જ મહિનામાં અમદાવાદમાં કોરોનાનો દૈનિક ગ્રોથ 1000 ટકાને પાર થયો છે. ગત મહિને શહેરમાં માત્ર 40ની આસપાસ કેસ નોંધાતા હતા. પરંતુ હાલની સ્થિતિમાં કેસની સંખ્યા ડબલ કરતા પણ વધી ગઈ છે. સાથે જ ડિસ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યા પણ ઘટી છે. અમદાવાદ બાદ સૌથી વધુ કોરોનાનું સંકટ સુરત પર જોવા મળ્યું છે.

લોકોએ સવારે આવીને લાઈન લગાવી પણ ટીમ જ ના આવી
લોકોએ સવારે આવીને લાઈન લગાવી પણ ટીમ જ ના આવી

શું છે અમદાવાદની હાલની સ્થિતિ?
એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેલા અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. સતત રોજના 500થી વધારે કેસ નોંધાઈ રહ્યા. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 514 નવા કેસ અને 461 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 2 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 2,340 પર પહોંચ્યો છે. અગાઉ 16 મેના રોજ અમદાવાદમાં હાઈએસ્ટ 973 કેસ નોંધાયા હતા. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 68,377 થયો છે. જ્યારે 64,271 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અને કોરોનાના કારણે 2284 લોકોના મોત નિપજ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો