• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • People Had To Spend Rs 33 Lakh To Complain About The Service; The Toll Free Number For Facilities Like Sewerage, Water, Light Was Secretly Charged

AMCની સુવિધા કે દુવિધા?:સેવાની ફરિયાદ કરવા લોકોએ 33 લાખ ખર્ચવા પડ્યાં; ગટર, પાણી, લાઈટ જેવી સુવિધા માટેનો ટોલ ફ્રી નંબર ગુપચુપ ચાર્જેબલ કરી નાખ્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
  • પોણા બે વર્ષમાં મ્યુનિ.ને 9.47 લાખ ફરિયાદો મળી

તમને જો મ્યુનિ. સેવાને લગતો કોઇ પ્રશ્ન હોય તો તમે 155303 નંબર પર કોલ કરી શકો છો, તેવી જાહેરાત મ્યુનિ. દ્વારા કરવામાં આવે છે, પણ પહેલા ટોલ ફ્રી નંબર તરીકે જાહેર થયા બાદ આ સેવા મ્યુનિ.એ ગુપચુપ ચાર્જેબલ કરી દીધી છે. ત્યારે હવે જાહેર સેવા માટે ટેક્સ ભરતાં લોકોએે ફરિયાદ કરવી હોય તો પણ આ નંબર પર નાણાં ચૂકવીને ફરિયાદ કરવી પડે છે. જાન્યુઆરી 2020થી સપ્ટેમ્બર 2021 સુધી જ શહેરમાં આ નંબર પર મ્યુનિ.ને 9.47 લાખ ફરિયાદો મળી છે, તેના હિસાબે જોઇએ તો પણ લોકોએ 33.16 લાખ જેટલી રકમ ખર્ચી છે.

કાલુપુરના મુનાફ મેમણે કરેલી આરટીઆઇમાં એવી હકીકત સામે આવી છેકે, સ્ટેન્ડિંગ કમિટીએ 26 સપ્ટેમ્બર 2012ના રોજ 155303 ટોલ ફ્રી નંબર શરૂ કરવામાં આવ્યો હતો. જો તે બાદ આ ટોલ ફ્રી નંબરને ક્યારે ચાર્જેબલ કરવામાં આવ્યા તે પણ જાહેર કરવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, અગાઉ જ્યારે મ્યુનિ. દ્વારા આ નંબરને ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો ત્યારે તેની પાછળ વર્ષે રૂ. 96.96 લાખનો ખર્ચ કરવાનો ઠરાવ થયો હતો. જોકે 2018માં આ ટોલ ફ્રી નંબરની 32 ફોન લાઇન બાદમાં પાલડી ખાતેના મ્યુનિ. કંટ્રોલ સેન્ટર ખાતે શિફ્ટ કરવામાં આવી હતી. જોકે આ લાઇન મ્યુનિ.એ ક્ચારે ચાર્જેબલ કરી દીધી તેની કોઈ જાહેરાત જ કરવામાં આવી નથી.

મ્યુનિ. જે સેવા આપે છે તેનો લોકો પાસેથી ટેક્સ વસૂલે છે અને જ્યારે તેમની સેવામાં કોઇએ ખામી બાબતે ફરિયાદ કરવી હોય તો તેમને ચાર્જ ચૂકવવો પડે છે. જોકે છેલ્લા 21 મહિનામાં જ શહેરમાં આવી 9.47 લાખ ફરિયાદો આવી છે. સામાન્ય રીતે ખાનગી મોબાઇલ કંપનીમાંથી જો આ નંબર પર ફોન કરવામાં આવે તો એક મિનિટના રૂ. 3.50નો ચાર્જ લાગે છે. તેને ધ્યાને લઇએ તો આટલી ફરિયાદો પાછળ જ નાગરિકોને રૂ. 33.16 લાખ જેટલો ખર્ચ થાય છે. જેમાં સૌથી વધારે ફરિયાદો પશ્ચિમ ઝોનમાંથી આવી છે. જ્યારે સૌથી ઓછી ફરિયાદો દ.પશ્ચિમ ઝોનમાંથી આવી છે. લોકો મોટે ભાગે ઊભરાતી ગટરો, પાણીની તંગી તેમજ રોડ પરના ખાડા અને બંધ સ્ટ્રીટ લાઈટ અંગે ફરિયાદ કરતા હોય છે.

મોટેભાગે વૃદ્ધો જ ફરિયાદ કરતાં હોય છે
સામાન્ય રીતે મ્યુનિ.માં યુવાનો ઓનલાઇન ફરિયાદ કરતાં હોય છે, ત્યારે માત્ર જે નાગરિકો ઓનલાઇન ફરિયાદ કરવાથી જાણકાર નથી. અથવા તો જેઓ આ પ્રકારે ઓનલાઇન ફરિયાદ ન કરી શકતા હોય તેવા નાગરિકો જ મ્યુનિ.ના આ ટોલ ફ્રી નંબરનો ઉપયોગ કરતાં હોય છે. અનેક વખત આ ટોલ ફ્રી નંબર નહીં લાગતો હોવાની ફરિયાદ પણ નાગરિકો કરતાં હોય છે. એટલું જ નહીં કેટલાક નાગરિકોને તો નંબર લગાવતાં જ આ નંબર રિચાર્જ કરાવો જેવી ટ્યૂન સંભળાય છે. કેટલાક નાગરિકોને તો આ નંબર બંધ હોવાની ટ્યૂન સંભળાય છે. જોકે આ તમામ અનુભવો વચ્ચે પણ નાગરિકો ફોન કરતાં હોય છે. કેટલાક કિસ્સામાં તો ફરિયાદોનો નિકાલ ના થયો હોય તો પણ ફરિયાદ બંધ થઈ જવાના કિસ્સા સામે આવ્યા છે.

ઝોનવાર ફરિયાદો

ઝોનફરિયાદ
મધ્ય180745
પૂર્વ96883
ઉત્તર154562
ઉ.પશ્ચિમ79946
દક્ષિણ152578
દ.પશ્ચિમ55519
પશ્ચિમ227260
અન્ય સમાચારો પણ છે...