તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વાયરસના સંક્રમણને કારણે દેશમાં લૉકડાઉન કરવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા બે મહિનાથી અનલૉકની પ્રક્રિયા હેઠળ ધીરે ધીરે પ્રવાસન સ્થળો પણ ખુલી રહ્યાં છે. પરંતુ વિદેશમાં હાલમાં પણ લૉકડાઉનની સ્થિતિ છે. ત્યારે દિવાળીના પર્વ પર લોકો વિદેશમાં અથવા તો રાજ્ય બહાર વેકેશન માણવા જતાં હતાં. પરંતુ કોરોના કાળમાં હવે તે લોકો પોતાના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરવા વતનમાં પહોંચી રહ્યાં છે.
ગુણવંતભાઈ દુબઈ જવાના હતાં પણ હવે વતનમાં દિવાળી ઉજવશે
અમદાવાદમાં રહેતા અને ચિરાગ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક ગુણવંતભાઈ ઠક્કર દર વર્ષે દિવાળીના વેકેશનમાં રાજ્ય બહારના સ્થળોએ ફરવા માટે જાય છે. આ વર્ષે તેમણે દિવાળીમાં દુબઈની ટુર પર જવાનું નક્કી કર્યું હતું. પરંતુ કોરોના વાયરસના સંક્રમણને કારણે વિદેશમાં હજી સ્થિતિ હળવી નહીં થઈ હોવાથી તેઓ પોતાના વતન પાટણ ખાતે દિવાળીનો તહેવાર ઉજવવા માટે પહોંચી ગયાં છે. તેમનું કહેવું છે કે આ વખતે પોતાના વતનમાં જ પરિવાર સાથે દિવાળીનો તહેવાર ઉજવવાની જુદી મજા છે.
કમલેશભાઈનો આ વખતે યુરોપ જવાનો પ્લાન હતો
જ્યારે શ્રી માટેલ ટુરિઝમ માલિક કમલેશભાઈએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લે ફેબ્રુઆરીમાં થાઈલેન્ડ અને દુબઇ ફરવા ગયા હતા. આ વર્ષે દિવાળીમાં યુરોપ ફરવા જવાનો પ્લાન હતો પરંતુ આ વર્ષે તેઓ કોરોના મહામારીના કારણે આ વર્ષે તેઓ ફરવા માટે ક્યાંય ગયા નથી. આ વર્ષે ઘરે જ તેઓ દિવાળી ઘરે પરિવાર સાથે મનાવશે. મહામારીને ધ્યાનમાં રાખી સાવચેતી માટે તેઓ આ વર્ષે અમદાવાદમાં જ દિવાળી ઉજવી રહ્યા છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.