તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપીલ:વિદેશથી આવેલા લોકોએ ફરજિયાત ક્વોરન્ટીન થવું પડશે, નાગરિકો તેમને મળે નહીં: શિવાનંદ ઝા

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
શિવાનંદ ઝા - ફાઇલ તસવીર - Divya Bhaskar
શિવાનંદ ઝા - ફાઇલ તસવીર

કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ લોકડાઉનના ચુસ્ત પાલન કરવાની અપીલ કરી છે. તેમણે વતન જતા શ્રમિકો સહિત નાગરિકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા જણાવ્યું છે. સેનેટાઇઝર સહિત માસ્ક પણ ફરજિયાત પહેરવા જણાવ્યું છે. આ ઉપરાંત વિદેશથી પરત ફરેલા લોકોએ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે. તેમને આપેલા વિકલ્પો સાથે ફરજિયાત ક્વોરન્ટીન થવું પડશે. જો તેઓ ક્વોરન્ટીન ભંગ કરશે તો તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વિદેશથી આવેલા લોકોને ન મળવાની સૌને અપીલ કરવામાં આવી છે. 

લોકડાઉનના ચુસ્ત પાલન કરવાનું રહેશે લોકડાઉનમાં પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી રોકવા માટે પણ પોલીસને આદેશ આપી દેવામાં આવ્યા છે. જે અંતર્ગત અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દૂધની ડેરીની આડમાં ગેરકાયદેસર વેચાતા પાન-મસાલા વગેરેનું વેચાણ થતું પકડી પાડ્યું હતું. આ ઉપરાંત રાજકોટમાં શાકભાજીની આપલે કરતા વાહનમાંથી પણ તમાકુની હેરફેર થતી પકડી પાડી હતી. તાપી જિલ્લાના સોનગઢમાં પણ ડુંગળીની બોરીઓ વચ્ચેથી દારૂની હેરફેર થતી પકડી હતી. પોલીસે 1.92 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 2 આરોપીની ધરપકડ કર્યો છે.

વિવિધ ગુના અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી વિવિધ માધ્યમોથી નોંધાતા ગુનાઓ અંગેની માહિતી આપતા શિવાનંદ ઝા જણાવે છે કે, ડ્રોન સર્વેલન્સથી અત્યાર સુધીમાં 12,444 ગુના નોંધાયા છે, જે અંતર્ગત 22,803 લોકોની ધરપકડ થઈ છે. આ ઉપરાંત સીસીટીવીથી અત્યાર સુધી 3,130 ગુના નોંધાયા છે અને 4256 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ખાનગી સોસાયટીમાં સીસીટીવી મારફતે 678 ગુના નોંધાયા છે અને 944 લોકોની અટકાયત કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવા બદલ અત્યાર સુધી 728 ગુના નોંધાયા છે અને 7584 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત 726 એકાઉન્ટ બ્લોક મારવામાં આવ્યા છે. પોલીસ દ્વારા વીડિયોગ્રાફી કરી કુલ 3704 ગુના નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત જાહેરનામાના ભંગના અત્યાર સુધી 2008 ગુના નોંધાયા છે. આ સિવાય અત્યાર સુધી કુલ 3208 ગુના અંતર્ગત 3728 આરોપીની અટકાયત કરવામાં આવી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો