તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

લોકડાઉન:ગુજરાતી સમસ્યામાં પણ સમાધાન શોધી લે છે... ક્યાંક પતંગ ચગાવ્યા તો ક્યાંક સમૂહ આરતી કરી

કોરોના વાઇરસ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરામાં લોકોએ ધાબા પર પતંગ ચગાવ્યાં
  • ઘરમાં કંટાળ્યા, ધાબે પતંગ ચગાવ્યા, તાળી આઈડિયાથી માની આરતી

વડોદરાઃ લૉકડાઉનને કારણે ઘરમાં રહેવાથી કંટાળો અનુભવતા વડોદરાના લોકોએ એક નવતર પ્રયોગ કર્યો. કારેલી બાગ વિસ્તારની મંગલ જ્યોત સોસાયટીના લોકો રોજ સાંજે તડકો કુણો પડે એટલે પોતપાતાના ધાબે જઈ એક કલાક સુધી પતંગ ચગાવીને ફ્રેશ થાય છે. વળી દરેક જણ પોતપોતાના ધાબે હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાય છે. આના પગલે અન્ય સોસાયટીઓ પણ તેમને અનુસરી રહી છે.

વીઆઈપી રોડ પર આવેલા ફ્લેટમાં લોકોએ સમૂહ આરતી કરી
વીઆઈપી રોડ પર આવેલા ફ્લેટમાં લોકોએ સમૂહ આરતી કરી

સુરતઃ 21 દિવસના લૉકડાઉનને કારણે લોકો કંટાળે તે સ્વભાવિક છે. સુરતમાં વીઆઈપી રોડ પર આવેલા એક બહુમાળી ફ્લેટમાં રહીશોએ હાલમાં નવરાત્રિ ચાલતી હોવાથી એક નવતર પ્રયોગ કર્યો. માતાજીની સામૂહિક આરતી કરવાનું નક્કી કર્યું. પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે હેતુથી દરેક રહીશ પોતાના ફ્લેટની બાલ્કનીમાંથી માતાજીની આરતી કરતા હતા. આ માટે કોમન પ્લોટમાં ડીજે પર આરતી વગાડાઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો