તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:ધોળકા, ધંધુકા, નળકાંઠાના 67 કેન્દ્ર પર લોકો વેક્સિન લેવા આવતા નથી : DDO

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસી લેવા સમજાવવા માટે સામાજિક અને ધાર્મિક આગેવાનોનો સહારો લેવાશે
  • જિલ્લામાં કોરોનાના કેસ ઘટતાં 18માંથી 11 કોવિડ સેન્ટર બંધ કરી દેવાયા

અમદાવાદ જિલ્લાના ધોળકા, ધંધુકા અને નળકાંઠા વિસ્તારના 67 સ્થળો પર લોકોએ વેક્સિન લેવા આગળ આવતા નથી. જિલ્લાના નવનિયુક્ત ડીડીઓ અનિલ ધામેલિયાએ કહ્યું કે, વેક્સિન નહીં લેનાર લોકોને સમજાવવા માટે સામાજિક અને ધાર્મિક આગેવાનોનો સહારો લેવાશે. 0થી 5 વર્ષના કુપોષિત 1068 બાળકોના કુટુંબીજનોને વેક્સિન અપાશે. જિલ્લામાં કોરોના કેસ શૂન્ય થઇ ગયા છે. કેસ ઘટતા 18માંથી ખાનગી 11 કોવિડ સેન્ટર બંધ કરાયા છે. જ્યારે સાત સી.એચ.સી.સેન્ટર પર કોવિડ સારવાર ચાલુ રહેશે. ત્રીજી લહેરમાં કોવિડ સેન્ટરો ગણતરીમાં લેવાયા છે.

ડીડીઓ અનિલ ધામેલિયાએ કહ્યું કે, જિલ્લામાં 40 પી.એચ.સી.સેન્ટર, 5 અર્બન સેન્ટર અને 10 અન્ય સ્થળો મળી 55 સેન્ટરો પર વેક્સિનની કામગીરી ચાલે છે. આ સેન્ટરો પર રોજના 100 લોકોને રસી અપાય છે. હાલ સરકાર તરફથી પૂરતી વેક્સિન મળી રહી છે. જિલ્લામાં 67 સ્થળો પર લોકો વેક્સિન લેવા આગળ આવતા નથી. જેથી આરોગ્ય સહિત અન્ય વિભાગના અધિકારીઓ કાઉન્સેલિંગ કરી રહ્યા છે. પરંતુ હવે સામાજિક આગેવાનો અને ધાર્મિક આગેવાનોને જવાબદારી સોંપાશે. આ આગેવાનો સાથે આરોગ્યના અધિકારીઓ હાજર રહેશે. જરૂર પડશે તો સ્થળ પર જ વેક્સિનની કામગીરી કરાશે. જિલ્લામાં 0થી 5 વર્ષના 1.60 લાખ બાળકો છે. જેમાંથી કુપોષિત જન્મજાત ખોડખાપણવાળા 1068 બાળકોના માતા-પિતા, દાદા-દાદી અને સાથે રહેતા કુટુંબના સભ્યોને વેક્સિન આપવામાં અગ્રિમતા અપાશે. જિલ્લાના અન્ય કામો અંગે સમીક્ષા ચાલી રહી છે. t

અન્ય સમાચારો પણ છે...