તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્સવનો અનોખો આનંદ:​​​​​​​મોજીલા ગુજરાતીઓ 'ઘર' માં જ પરિવાર અને મિત્રો સાથે મળીને દિવાળીના તહેવારોની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાત મહિનાથી કોરોનાના કારણે નિરાશ અને નિસ્તેજ બનેલા ગુજરાતવાસીઓમાં દિવાળીની સલામત ઉજવણીથી જોમ આવ્યું
 • દિવાળીની ખરીદી માટે પણ બજારોમાં માહોલ જામતા વેપારીઓમાં પણ ફરી ઉત્સાહ નો સંચાર થયો

કોરોનાના કારણે છેલ્લા 7 મહિનાથી અનેક બંધનો અને મર્યાદાઓ હોવાથી અનેક તહેવારોની ઉજવણી થઈ શકી નહોતી, પણ ગુજરાતીઓએ દિવાળી તો મોજ થી મનાવી રહ્યા છે, તહેવારપ્રિય અને ખાવાના શોખીન ગુજરાતી પ્રજા પોતાના ઘરે પરિવાર અને મિત્રો દિવાળીની ધામધુમથી ઉજવણી કરી રહ્યા છે જેમાં ફટાકડા, રંગોળી, નવા કપડાં સાથે મોજ માણી રહ્યા છે.

8 વાગતા જ સમગ્ર રાજ્યમાં ફટાકડાના કડાકા-ભડાકા સાંભળવા મળ્યા હતા
તહેવારો અને પ્રસંગોમાં દિલથી પૈસા ખર્ચ કરનાર ગુજરાતીઓએ મીઠાઈ, અને ફટાકડાની ખરીદી કરીને કોરોનાના ડરના માહોલમાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા છે, ગુજરાતમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ જાહેર કરવા માટે માગ કરવામાં આવી હતી. જોકે આવી કોઈ મનાઈ કરવામાં આવી નહોતી પરંતુ ફટાકડા ફોડવાનો સમય રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી નિશ્ચિત કરવામાં આવ્યો હતો. પરંતુ આ દરમિયાન સમગ્ર રાજ્યમાં ફટાકડાના કડાકા-ભડાકા સાંભળવા મળ્યા હતા. એટલું જ નહીં રાતભર ફટાકડા ફોડી અનોખી ઉજવણી કરી હતી, દિવાઓની રોશનીથી શહેરો અને ગામડાઓ પ્રકાશિત જોવા મળ્યા છે તો ઘરમાં રંગોળીના રંગોથી કોરોનાનું દર્દના કાળો કલર ઝાંખો પાડ્યો છે.

કોરોનાના ડર વચ્ચે દિવાળી ઉજવવાની લોકોએ નવી જ રીત શોધી
દિવાળીને વધુ ખાસ બનાવવા, નવી ચીજવસ્તુઓ લેવા માટે બજારોમાં છેલ્લી ઘડી સુધી ભીડ જોવા મળી રહી હતી, ઘર ડેકોરેશનનની વસ્તુઓ,નાસ્તાઓ, નવા કપડાં અને ફટાકડાની ખરીદી ચાલી રહી છે અને બજારમાં ભીડ કરતા રોનક વધુ જોવા મળી રહી છે. કોરોનાના ડર વચ્ચેની આ દિવાળી ઉજવવાની લોકોએ નવી જ રીત શોધી લીધી છે અને મોટાભાગના લોકો પોતાના ઘરે રહીને પરિવાર સાથે જ માસ્ક પહેરવાના કે સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરીને ફટાડકા ફોડતા જોવા મળ્યા છે. વેપારીઓએ ચોપડા પૂજન કરીને દિવાળીની ઉજવણી કરી રહ્યા છે.તે જોતા હવે ગુજરાતીઓ ની ગાડી ફરી પાટા પર ચડી રહી હોવાનું મનાય છે, બજારમાં ઘરાકીથી વેપારીઓ માં પણ નવું જોમ આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો