તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સમગ્ર દેશમાં કોરોનાનાં હાહાકાર વધી રહ્યો હતો ત્યારે સૌથી વધુ કોરોનાનાં કેસ ધરાવતા ટોપ 5 રાજ્યોમાં ગુજરાત પણ સામેલ હતું. હવે ધીમે ધીમે કોરોનાનાં દર્દીઓની સંખ્યા ઘટી રહી છે અને રિકવરી રેટ પણ વધી રહ્યો છે. જેનો શ્રેય 24 કલાક ખડેપગે રહીને કામગીરી કરનારી કોરોના વોરિયર એવી મેડિકલ ટીમની જાય છે. દરવર્ષે જ્યારે આપણે દિવાળી મનાવીએ છીએ ત્યારે સરહદ પર ઉભેલા જવાનને યાદ કરીએ છીએ ત્યારે આ વખતે કોરોના વોર્ડમાં કામ કરતા મેડિકલ જવાનોને પણ સલામ કરવાનું ભૂલવું ન જોઈએ. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દિવાળી તહેવારોમાં પણ સતત 1200 મેડિકલ સ્ટાફ ખડેપગે 24 કલાક હાજર રહીને આ ફરજ બજાવી રહ્યો છે.
મેડિકલ સ્ટાફ વોરિયર્સ બનીને કોરોના સામે બાથભીડી રહ્યો છે
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલી 1200 બેડની કોરોના હોસ્પિટલ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કોવિડ 19ના દર્દીને સારવાર આપે છે. શરૂઆતમાં જ્યારે કોરોનાનાં દર્દીઓને હોસ્પિટલમાં લાવવામાં આવતા ત્યારે દર્દીઓ સાથે મેડિકલ સ્ટાફમાં પણ ભય રહેતો હતો. તેમજ હજુ પણ બીજી લહેરનો ભય સતાવી રહ્યોછે. પરંતુ હવે મેડિકલ સ્ટાફ પણ વોરિયર્સ બનીને કોરોના સામે બાથભીડી રહ્યાં છે. તેઓએ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીઓને જરૂર પડે તો યમરાજ પાસેથી પણ પાછા લઈ આવવા તે માટે કંઈપણ કરવા તૈયાર છે.
આખો સ્ટાફ ફરજ સમજીને વિકટ પરિસ્થિતિમાં કામ કરી રહ્યો છે
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હવે રિકવરી રેટ વધી રહ્યો છે. આ તહેવારોમાં પણ મેડિકલ સ્ટાફ સતત પોતાના પરિવારને ભૂલીને ફરજ અદા કરવા કોરોનાની હોસ્પિટલમાં સારવાર આપી રહ્યા છે. આ અંગે સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ જે.પી.મોદીએ જણાવ્યું હતું કે, હાલ તહેવાર છે ત્યારે પણ મેડિકલ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ અને અન્ય મળીને 1200નો સ્ટાફ સતત કોરોનાની 1200 બેડ હોસ્પિટલમાં સેવા આપી રહ્યો છે. તેમના ઘરમાં પણ તહેવાર છે પણ બધો સ્ટાફ પોતાની ફરજ સમજીને હાલની વિકટ પરિસ્થિતિમાં કામ કરી રહ્યો છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.