કર્ફ્યૂ ભંગ:જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તા સુધી ખુલ્લેઆમ કર્ફ્યૂ ભંગ કરી લોકો વગર માસ્કે રોડ પર ફરે છે, બાળકો ક્રિકેટ રમી રહ્યા છે

અમદાવાદએક વર્ષ પહેલા
એકબાજુ લોકો રોડ પર માસ્ક વગર ફરે છે અને બીજી તરફ બાળકો કર્ફ્યૂમાં પણ ક્રિકેટ રમે છે - Divya Bhaskar
એકબાજુ લોકો રોડ પર માસ્ક વગર ફરે છે અને બીજી તરફ બાળકો કર્ફ્યૂમાં પણ ક્રિકેટ રમે છે
  • ગાયકવાડ હવેલી પોલીસના પોઈન્ટ સામે જ કર્ફ્યૂ નિયમોનો ભંગ થયો

કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ શહેરમાં શુક્રવારે રાતના 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરના જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તા સુધી લોકોના ટોળેટોળા ઘરની બહાર અને રોડ પર માસ્ક વગર ફરતા દેખાયા હતા. જ્યારે બાળકો રોડ પર ક્રિકેટ રમતાં દેખાઈ રહ્યા છે.

લોકો સામે પોલીસ કાર્યવાહી કરતી નથી
જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તા તરફ જતાં રોડ પર લોકો ઘરની બહાર બેસી રહ્યા છે અને માસ્ક વગર રોડ પર ફરી રહ્યા છે. ગાયકવાડ હવેલી પોલીસનો પોઈન્ટ મુકવામાં આવ્યો છે પરંતુ પોલીસ દ્વારા ત્યાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.

બાળકો રોડ પર કર્ફ્યૂ વચ્ચે ક્રિકેટ રમતા દેખાયા
બાળકો રોડ પર કર્ફ્યૂ વચ્ચે ક્રિકેટ રમતા દેખાયા

પોલીસ સામે જ ક્રિકેટ રમતાં બાળકો
પોલીસ માત્ર રોડ ઉપર બેસી રહી છે રોડ ઉપર છોકરાઓ ક્રિકેટ રમે છે તેવા દૃશ્યો સામે આવ્યા છે, ત્યારે શહેર પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારોમાં નાના રોડ ઉપર અને અંદર વિસ્તારોમાં પણ લોકો બહાર પડ્યા છે.

લોકો પર ચિંતા કર્યા વગર રોડ પર કર્ફ્યૂમાં ફરતા દેખાયા
લોકો પર ચિંતા કર્યા વગર રોડ પર કર્ફ્યૂમાં ફરતા દેખાયા

લોકડાઉન દરમિયાન જમાલપુરમાં કોરોનાના કેસ વધારે હતા
શહેરના જમાલપુર વિસ્તારમાં લોકડાઉન દરમિયાન મોટી સંખ્યામાં કેસો કોરોનાના કેસો આવ્યા હતા ત્યારે શહેરમાં આજે અમદાવાદમાં ફરી કોરોનાનું સંક્રમણ વધુ છે. ત્યારે જમાલપુર વિસ્તારમાં જ કર્ફ્યૂ દરમિયાન લોકો બહાર પડી રહ્યા છે અને કર્ફયૂના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યાં છે.

શાહઆલમ સહિતના વિસ્તારોમાં લોકો ફરતા અને ક્રિકેટ રમતા દેખાયા
અમદાવાદના જમાલપુર સિવાય પૂર્વ વિસ્તારમાં આવેલા દાણીલીમડા, શાહઆલમ દરગાહ, શાહઆલમ રોડ, નારોલ, વટવા, વટવા રોડ સહિતના વિસ્તારોમાં પણ લોકો બહાર ફરી રહ્યા છે અને રોડ પર ક્રિકેટ રમવા લાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...