તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિજીટલ ઇન્ડિયા:ટ્રેનના ખુદાબક્ષો પાસેથી હવે દંડ પણ કેશલેસમાં જ વસૂલ કરાશે, ટિકિટ ચેકિંગ સ્ટાફને 200 POS મશીન અપાયાં

અમદાવાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્લેટફોર્મ તેમજ ટ્રેનમાં પણ રોકડ વ્યવહારમાંથી મુક્તિ

ડિજીટલ ઇન્ડિયાના ભાગરૂપે પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન દ્વારા ટીકિટ ચેકિંગ સ્ટાફને 200 પીઓએસ (પોઇન્ટ ઓફ સેલ) મશીન અપાયા છે. જેનાથી હવે મુસાફરોને ટ્રેન અને પ્લેટફોર્મ પર રોકડ વ્યવહારથી મુક્તિ મળશે. મુસાફરો ક્રેડિટ- ડેબિટ કાર્ડ ઉપરાંત ક્યુઆર કોડ સ્કેન કરીને આસાનાથી પેમેન્ટ કરી શકશે. પહેલા તબક્કામાં અમદાવાદ ડિવિઝનના ટિકિટ ચેકિંગ સ્ટાફને 200 પીઓએસ મશીન આપ્યા છે.

પીઓએસ મશીનથી હવે ટ્રેનમાં ટિકિટ વગર પકડાયેલા લોકોની સાથે ઓછી ટીકીટ લેનારા લોકો પાસેથી ઓનલાઇન પેમેન્ટ દ્વારા દંડ વસૂલી શકાશે. ઉપરાંત પ્લેટફોર્મ પર પણ લોકોની સુવિધા માટે હવે પીઓએસ મશીન સાથે ટીકિટ ચેકિંગ સ્ટાફ જોવા મળશે. મંડલ વાણિજ્ય પ્રબંધક રવિન્દ્ર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, મંડલના ડિજિટલ પગલાથી મુસાફરો ટ્રેનોમાં અને પ્લેટફોર્મ પર રોકડ વ્યવહારથી મુક્તિ મેળવશે. મુસાફરો રોકડની સાથે આ ડિજિટલ સુવિધાનો લાભ લઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો