બાળ દિવસની ઉજવણી:અમદાવાદની જીસીએસ હોસ્પિટલમાં બાળ દર્દીઓએ સુંદર ચિત્રો દોરી સર્જનાત્મકતા દર્શાવી, હોસ્પિટલ સ્ટાફે પીડા ભૂલાવવા પ્રયાસ કર્યો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલ દ્વારા રંગબેરંગી ક્રેયોન્સ આપતા બાળકોએ સુંદર ચિત્રો દોરીને સર્જનાત્મકના દર્શન કરાવ્યા

દર 14મી નવેમ્બરને બાળદિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે જીસીએસ હોસ્પિટલના બાળદર્દીઓ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ ઉજવણીમાં હોસ્પિટલમાં બતાવવા આવેલા બાળકો અને દાખલ બાળકોએ ભાગ લીધો હતો. જેમાં હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલા ક્રેયોન્સ આપતા બાળકોએ તેમની સર્જનાત્મકને ચિત્ર સ્વરૂપે ઉતારી હતી,

જીસીએસ હોસ્પિટલ દ્વારા રંગબેરંગી ક્રેયોન્સ આપવામાં આવ્યા હતા, જેની મદદથી વિવિધ સુંદર ચિત્રો દોરી દરેક બાળકો પોતાની સર્જનાત્મકતા રજૂ કરી શકે. અને બાળકો સાથે વિવિધ રમતો રમીને તેમની પીડાને ભૂલવવા જીસીએસ હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા નાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રી લેવલ) 1000-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.