તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વિંઝોલ પાસેનાં અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતા હોવાથી રાહદારીઓને હાલાકી ભોગવવી પડે છે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંડરપાસમાંથી પાણી કાઢવા ફાઇટર પમ્પ મુકવાની રજૂઆત છતાં કામગીરી નથી કરાઈ

શહેરમાં વરસાદ પડ્યા બાદ સરદાર પટેલ રિંગ રોડ હાથીજણ વિંઝોલ પાસેના અંડરપાસ પાણી ભરાઈ જવાના કારણે બ્લોક થઈ ગયો છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. જ્યારે કેટલાક વિસ્તારોમાં પાણી ઓસરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું પણ સરદાર પટેલ રિંગ રોડ હાથીજણ વિંઝોલ પાસેનાં અંડરપાસમાંથી હજુ પાણી ઓસર્યાં ના હોવાને લીધે ઘણાં રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહી છે.

જેથી તે પાણીને બહાર કાઢવા માટે ફાઇટર પમ્પિંગ મુકવાની આસપાસનાં રહીશોએ રજૂઆત કરી હોવા છતાં બીજા દિવસે પણ કોઈ કામગીરી થઈ નહોતી. વરસાદને લીધે અંડરપાસમાં પાણી ભરાઈ જવાને લીધે ગાડીઓ ફસાઈ ગયા બાદ તેને ક્રેન દ્વારા બહાર ખસેડી લેવામાં આવી હતી પણ પાણી બહાર કાઢવા માટે કોઈ કામગીરી કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...