તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PCBની રેડ:ચૂંટણી પહેલા ઘાટલોડિયામાં વિદેશી દારૂનો જથ્થો PCB સ્ક્વોડે ઝડપી પાડ્યો, ઘણા સમયથી દારૂનું વેચાણ ચાલતું હતું

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઘરમાં દારૂ વેચનાર આરોપી - Divya Bhaskar
ઘરમાં દારૂ વેચનાર આરોપી
  • આરોપી ઘરમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવા છતાં ઘાટલોડિયા પોલીસ ઊંઘતી ઝડપાઇ
  • પીસીબીને 10 વિદેશી દારૂની બોટલો, 88 જેટલા દારૂના નાના પાઉચ મળી આવ્યા

રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે મતદારોને રીઝવવા માટે અનેક પ્રલોભનો આપવામાં આવે છે. ખાસ કરીને દારૂના વેચાણ અને હેરાફેરી પર નજર રાખવામાં આદેશ આપવામાં આવે છે. શહેરમાં તમામ જગ્યા પર દારૂના વેચાણ પર પોલીસની નજર હોય છે, પરંતુ ઘાટલોડિયામાં ઘણા દિવસોથી વિદેશી દારૂનું વેચાણ થતું હતું. ઘાટલોડિયા પોલીસની જાણ ન હોય આખરે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની પીસીબીની ટીમે ઘાટલોડિયામાં ઘનશ્યામ કોમ્પ્લેક્સમાં એક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.

પોલીસે દારૂનો જથ્થો જપ્ત કર્યો
પીસીબીની સ્ક્વોડને બાતમી મળી હતી કે, ઘાટલોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુમિત સોની (રહે. ઘનશ્યામ કોમ્પ્લેક્સ, ધનજીભાઈના કુવા પાસે, ઘાટલોડિયા) છેલ્લા ઘણા સમયથી બહારથી વિદેશી દારૂ લાવી ઘરમાં રાખી વેચાણ કરે છે. જેથી પીસીબી સ્ક્વોડની ટીમે મકાનમાં દરોડો પાડતા સુમિત સોની ઘરે હાજર મળી આવ્યો હતો. ઘરમાંથી પીસીબીને 10 વિદેશી દારૂની બોટલો, 88 જેટલા દારૂના નાના પાઉચ મળી આવ્યા હતા. જે બાબતે પુછપરછ કરતાં આ દારૂનો જથ્થો રાજસ્થાનના નરપત મારવાડી દારૂનો જથ્થો આપી ગયો હતો અને પોતે ગ્રાહકોને વેચાણ કરતો હતો. પોલીસે તમામ દારૂનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી કરી છે.

દારૂ અને પૈસાની ફેરાફેરી પર પોલીસની વોચ
ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ યુવરાજસિંહ વાઘેલા અને સ્ટાફની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે. કારણ કે ચૂંટણી સમયે દારૂ અને પૈસાની હેરાફેરી પર પોલીસની સખત વોચ રાખવી જરૂરી છે અને હવે માત્ર 4 દિવસ બાકી હોય ત્યારે આ રીતે અન્ય એજન્સીએ દારૂ પકડાવો એ ઘાટલોડિયા પોલીસની કામગીરી સામે સવાલ ઉભા કરે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો