તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂ સાથે યુવક ઝડપાયો:મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા PCBને સફળતા, આનંદનગર રોડ પર પાર્ક કરેલી કારમાં દારૂના જથ્થા સાથે એક પકડાયો અને બે ફરાર

અમદાવાદ25 દિવસ પહેલા
PCB પોલીસે ગાડીમાં બેઠેલા શખસની ધરપકડ કરી
  • પોલીસે 1056 દારૂની બોટલો, ગાડી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો

ચૂંટણી દરમિયાન મતદારોને રિઝવવા માટે દારૂની રેલમછેલ થતી હોય છે. મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા પીસીબીની ટીમે આનંદનગર રોડ પર પાર્કિગમાં પડેલી કારમાંથી અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં વેચવા માટે લવાયેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે બે આરોપી ફરાર થઈ ગયા છે. પોલીસે 1056 દારૂની બોટલો, ગાડી સહિતનો મુદામાલ જપ્ત કરી વોન્ટેડ આરોપીઓ અંગે તપાસ શરૂ કરી છે.

બાતમીના આધારે પોલીસે રેડ કરી
પીસીબી પીઆઇ એચ.કે સોલંકીને બાતમી મળી હતી કે આનંદનગર વિસ્તારમાં ધનંજય બંગલોઝ સામે પાર્કિગમાં પડેલી એક કારમાં દારૂનો જથ્થો પડેલો છે. જેથી પીઆઇ સોલંકી અને પોલીસકર્મી સાથે ત્યાં પહોંચ્યા હતા ત્યારે ગાડીમાં એક શખ્સ બેઠો હતો, જેને પોલીસે ઝડપી લીધો હતો. જ્યારે એક્સેસ સ્કૂટર પર બે શખસ હતા તે સ્કૂટર મૂકી નાસી ગયા હતા. પોલીસે ગાડીમાં પાછળની સીટ પર ઢાંકેલું કાળું કપડું હટાવી જોતા બોક્સ હતા જેમાં વિદેશી દારૂ હતો. પોલીસે ગણતરી કરતાં 1056 જેટલી દારૂની બોટલો મળી આવી હતી.

આનંદનગર રોડ પર પાર્કિગમાં પડેલી કારમાં દારૂ ઝડપાયો
આનંદનગર રોડ પર પાર્કિગમાં પડેલી કારમાં દારૂ ઝડપાયો

MPની રતલામ બોર્ડરથી દારૂ આવ્યો હતો
પોલીસે ગાડીમાં બેઠેલા શખ્સની ધરપકડ કરી પૂછપરછ કરતા તેનું નામ લક્ષ્મણસિંહ કુમાવત હોવાનું જણાવ્યું હતું. આરોપીએ જણાવ્યું હતું કે સુરેન્દ્ર કલાલે ચાર-પાંચ દિવસ પહેલા મને અને મારા મિત્ર મહેન્દ્રને મધ્યપ્રદેશ રતલામ બોર્ડરથી ગાડીમાં દારૂ ભરાવી અને ગુજરાત બોર્ડર પર ઈશ્વરસિંહ સિસોદિયા સુધી પહોંચાડવા કહ્યું હતું. દાહોદ બોર્ડર પર ઈશ્વરસિંહ સિસોદિયા અને વંદનસિંહ સફેદ કાર લઈ આવ્યા હતા અને પાયલોટિંગ કરી આનંદનગર ધનંજય બંગલોઝ ખાતે પાર્ક કરી હતી.

કારમાં બેઠેલો શખસ ઝડપાયો હતો કારમાંથી દારૂનો જથ્થો પોલીસે જપ્ત કર્યો
કારમાં બેઠેલો શખસ ઝડપાયો હતો કારમાંથી દારૂનો જથ્થો પોલીસે જપ્ત કર્યો

દારૂ મોકલાય એ પહેલા પોલીસ પહોંચી ગઈ
બે દિવસ બાદ લક્ષ્મણસિંહ અને મહેન્દ્રને સુરેશે ત્યાં બોલાવી અને અન્ય ગાડીમાં ભરેલો દારૂ અમદાવાદમાં ખેતરોમાં થઈ 13થી 14 કિલોમીટર દૂર ઉતાર્યો હતો. બાદમાં આજે અમને ફરી ગાડી પાસે બોલાવ્યા હતા. ગાડીમાં બેટરી ઉતરી જતાં ત્યાંથી દારૂ મોકલવાનો હતો પરંતુ પોલીસ આવી જતા ઝડપાઇ ગયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો