પોલીસ ઊંઘતી ઝડપાઈ:અમદાવાદમાં ઝૂંડાલ પાસેથી PCBએ વિદેશી દારૂની 740 પેટી ઝડપી, 1.25 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે રેડ કરીને ઝડપી પાડેલા આરોપીઓ - Divya Bhaskar
પોલીસે રેડ કરીને ઝડપી પાડેલા આરોપીઓ
  • દારૂનું આખું ગોડાઉન કબજે કરવામાં આવ્યું
  • દારૂ ભરીને ચાવી બુટલેગરની ગાડીના વાઈપરમાં ભરાવી દેતા
  • ​​​​​​​નોકરી પર રખાયેલા ચોકીદારે જ બુટલેગર સાથે મળી દારૂનું કટિંગ શરૂ કર્યું

રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. કારણકે શહેરમાં PCBએ વિદેશી દારૂની 740પેટી પકડી છે.આ સાથે દારૂનું ગોડાઉન પણ કબ્જે કરવામાં આવ્યું છે જેમાંથી દારૂ કટિંગ થઈને સૌરાષ્ટ્ર તરફ જતો હતો.કુલ 1.25 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જોકે સમગ્ર મામલે સ્થાનિક પોલીસની ભૂમિ પણ શંકમાં છે જેને લઈને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ થઈ છે.

એક ટ્રક પણ કબ્જે કરવામાં આવ્યો
PCB એ બાતમીના આધારે ઝુંડાલ સર્કલ પાસેથી દારૂનું એક ગોડાઉન ઝડપી પાડ્યું છે જેમાંથી ઈંગ્લીશ દારૂની 740 પેટી કબ્જે કરવામાં આવી છે. આ ગોડાઉન પાસેથી એક દારૂ ભરેલ 10 ફોર વ્હીલર અને એક ટ્રક પણ કબ્જે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 10 અલગ અલગ ફોર વ્હીલર ગાડીમાં દારૂનું કટિંગ થતું હતું તે ગાડી પણ PCB એ કબ્જે કરી છે. આમ PCB એ 8892 બોટલ સહિત 1.25 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો છે સાથે મનહરસિંહ ચંપાવત,હાર્દિક શાહ,ચંદ્રસિંહ સોલંકી અને દેવીલાલ બીસનોઈની ધરપકડ કરી છે.

દારૂ ભરેલ 10 ફોર વ્હીલર અને એક ટ્રક પણ કબ્જે કરવામાં આવ્યો
દારૂ ભરેલ 10 ફોર વ્હીલર અને એક ટ્રક પણ કબ્જે કરવામાં આવ્યો

દારૂ સૌરાષ્ટ્ર તરફ મોકલવામાં આવતો
પોલીસની તપાસમાં આ ગોડાઉન અને દારૂ રાજુ મારવાડીનો હોવાનું હાલ સામે આવ્યું છે. આ ગોડાઉન શહેરના છેવાડે રાખવામાં આવ્યું છે કારણકે અહીંથી સરળતાથી દારૂ સૌરાષ્ટ્ર તરફ કટીંગ કરીને મોકલવામાં આવતો હતો. જોકે રાજુ અત્યારે ફરાર છે. જેની શોધખોળ ચાલી રહી છે. આ ગોડાઉન કેટલા સમયથી ચાલી રહ્યું હતું તથા અન્ય કોણ કોણ સામેલ છે તે બાબતે રાજુ મારવાડીની ધરપકડ બાદ પોલીસને જાણવા મળશે.

ચાંદખેડા પોલીસ સ્ટેશનના PI વી.એમ દેસાઈ અજાણ હોય તેવું માનવામાં નથી આવી રહ્યું
ચાંદખેડા પોલીસ સ્ટેશનના PI વી.એમ દેસાઈ અજાણ હોય તેવું માનવામાં નથી આવી રહ્યું

ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે
ચાંદખેડા વિસ્તારમાં આટલું મોટું ગોડાઉન અને તેમાં દારૂનો આટલો મોટો જથ્થો હોય તે અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એમ દેસાઈ અજાણ હોય તેવું માનવામાં નથી આવી રહ્યું. જેને લઈને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે.જોકે આ મામલે અન્ય કોઈ પોલીસકર્મી જાણતા હતા કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.

કેસની તપાસ સાબરમતી PIને સોંપવામાં આવી
પીસીબી રેડ કરી સ્થાનિક પોલીસમાં ગુનો નોંધી મુદ્દામાલ અને આરોપીને સોંપી દે છે. જો કે આ કેસમાં આગળની તપાસ ચાંદખેડા પીઆઈને નહીં પરંતુ સાબરમતી પીઆઈને સોંપવામાં આવી છે.

ચાંદખેડા પોલીસની પણ મિલી ભગતની આશંકા
આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આ ગોડાઉનમાં છેલ્લા 1 મહિનાથી દારૂનું કટિંગ થતું હતું. છતાં સ્થાનિક પોલીસે કાર્યવાહી ન કરતાં ચાંદખેડા પોલીસની મિલી ભગતની શંકા પોલીસ અધિકારીઓએ નકારી નથી.

ચોકીદારને ગોડાઉનના માલિકે 14 હજારના પગારે નોકરીએ રાખ્યો હતો
આ ગોડાઉન મૂળ માલિકે થોડા સમય પહેલા વેચ્યું હતું, ગોડાઉનની સંભાળ રાખવા ચોકીદાર તરીકે મનહરસિંહ ચંપાવતને14 હજારના પગારથી નોકરી રાખ્યો હતો, પરંતુ મનહરિસંહે જ બુટલેગર રાજુ મારવાડી સાથે મ‌ળી આ ગોડાઉનમાં દારૂનું કટિંગ શરૂ કરાવી દીધું હતંુ.