શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં PCBએ રેડ કરી દેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પીસીબીની ટીમે મહિલા બુટલેગરની ધરપકડ કરી તેની પાસેથી નવ લીટર દારૂ કબ્જે કર્યો હતો. શહેરના દરેક વિસ્તારમાં ચાલતાં દેશી દારૂ અને જુગારના અડ્ડાઓ બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે. પરંતુ નવા પીઆઇ વાય. આર વાઘેલા દ્વારા દેશી દારૂના અડ્ડાઓ બંધ ન કરાવી ધમધમતા હોવાને લઇ PCBએ જાતે રેડ પાડી અને દારૂનું વેચાણ બંધ કરાવી મહિલા બુટલેગરની ધરપકડ કરી છે.
શહેરમાં ચાલતા દારૂ- જુગારની પ્રવૃત્તિઓ પર PCBની ટીમ સતત નજર રાખે છે. તેવામાં PCBને બાતમી મળી હતી કે ઘાટલોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગર દેશી દારૂનું વેચાણ કરે છે અને તેની પ્રવૃતિ ચાલુ છે. જેથી સંજયનગરના છાપરામાં પારુલ ઉર્ફે પારો દંતાણી નામની મહિલા બુટલેગરના ઘરે દરોડો પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી નવ લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે મહિલા બુટલેગરની પૂછપરછ કરતાં રાણીપના અંબિકાનગરમાં રહેતો હિરેન ઉર્ફે કાળિયો ભટ્ટ આ દેશી દારૂ આપી ગયો હતો અને પોતે અહીંયા વેચાણ કરતી હતી. ઘાટલોડિયામાં દેશી દારૂના વેચાણ થતા ઘાટલોડિયા પોલીસે બંધ કરાવવાની જગ્યાએ PCBને બંધ કરાવવા રેડ પાડવી પડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.