અમદાવાદ ક્રાઇમ ન્યૂઝ:PCBએ મોંઘી દારુની બોટલ વેચતા શખ્સને વેજલપુરમાંથી ઝડપી લીધો

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી મોહમ્મદ આસિફ શેખ. - Divya Bhaskar
આરોપી મોહમ્મદ આસિફ શેખ.

અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં એક વ્યક્તિ મોંઘી બ્રાન્ડની દારુની બોટલ વેચતો હોવાની જાણ પીસીબીની ટીમને થઈ હતી જે સંદર્ભે પીસીબીએ રેડ કરીને 25થી વધુ મોંઘી બોટલ કબજે કરી છે. જ્યારે એક આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી કેટલા સમયથી દારૂ વેચતો હતો તે અંગે તપાસ કરવા પીસીબી પ્રયાસ કરી રહી છે.

પીસીબીની ટીમના પીએસઆઇ ચારણને બાતમી મળી હતી કે, અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક મકાનમાં પ્રીમિયમ ઇંગલિશ દારૂની બોટલ છે જેને અલગ અલગ લોકોને આપવામાં આવતી હતી. આ બાતમીના આધારે પોલીસે આ જગ્યા પર રેડ કરીને એક બે નહીં પણ 25 દારૂની પ્રીમિયમ બોટલો પકડી પાડી છે. પોલીસે આ સંદર્ભે મોહમ્મદ આસિફ શેખ નામના આરોગ્યની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી હજી વોન્ટેડ છે જેને પકડવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...