તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતાં કોન્ટ્રાક્ટરોએ પેમેન્ટ અટવાઈ જતાં જુના કામો બંધ કરી દીધાં છે. કોન્ટ્રાક્ટરોએ પેમેન્ટ નહીં મળતાં હાલમાં વોટર, ડ્રેનેજ, ટેન્કર સપ્લાય, લેબર સપ્લાય જેવા જુના પેન્ડિગ કામો બંધ કરી દીધાં છે. કોન્ટ્રાક્ટર એસોસિએશને દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જાણ કરી છે. તે ઉપરાંત ત્રણ દિવસમાં પેમેન્ટ નહીં મળે તો વ્યાજ સાથે પેમેન્ટ લેવાશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.
પેમેન્ટ મળ્યા બાદ કામો શરુ કરીશું
એક તરફ AMC બેફામ ખર્ચા કરે છે તો બીજી બાજુ આર્થિક સંકળામણના દેખાડા કરે છે. કોન્ટ્રાક્ટર એસોસિએશને દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખીને કહ્યું છે કે આગામી ત્રણ દિવસના ગાળામાં પેમેન્ટ નહીં મળે તો વ્યાજ સાથે પેમેન્ટ લેવામાં આવશે. આગામી સમયમાં ક્વોટેશન,ઓફર અને ટેન્ડર પૈકીના કામોનો સંપૂર્ણ રીતે બહિષ્કાર કરીએ છીએ. તે ઉપરાંત 31 માર્ચ સુધીનુ પેમેન્ટ સમયસર કર્યા બાદ અમે અમારા કામ રાબેતા મુજબ ચાલુ કરીશું.
સિવિલમાં કોન્ટ્રાક્ટ પરનો સ્ટાફ હડતાળ પર
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાલ કોરોનાનાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેવા સમયે હોસ્પિટલમાં સ્ટાફની અછત હોવાથી સિવિલ સુપ્રિટેન્ડન્ટે આઉટ સોર્સિંગ કોન્ટ્રાક્ટર પાસે સ્ટાફની માગણી કરી પણ કેટલોક સ્ટાફ કામ કરવાને બદલે હડતાળ પર ઉતરી ગયો છે.દર્દીઓ માટે અન્ય એટેન્ડન્ટની પણ જરૂર હોવાથી સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પરની રાજદીપ કંપનીને જવાબદારી સોંપવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં રાજદીપના કેટલાક માણસો કોન્ટ્રાક્ટ દ્વારા OT આસિસ્ટન્ટમાં કામ કરી રહ્યા છે. જેમને હાલ કોઈ કામના હોવાથી કોવિડ વોર્ડમાં દર્દીના એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવવા કહ્યું હતું. પરંતુ કર્મચારીઓને કોવિડ વોર્ડમાં કામ ના કરવું હોવાથી કોન્ટ્રાક્ટર સામે બળવો કરી રહ્યા છે.
Sponsored By
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.