ફરિયાદ:જૈનમુનિઓની માતા પાસેથી પાયલે પહેલાં પણ 1 લાખનો તોડ કર્યો હતો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખાડિયાની મહિલાની બે મહિલા સહિત ચાર સામે બીજી ફરિયાદ
  • ત્યારે પણ પોલીસની ઓળખ આપી કેસ કરવાની ધમકી આપી હતી

દેહવિક્રયનો વ્યવસાય કરતી બે જૈનમુનિ દીકરાઓની વિધવા માતા મોનાબેન પાસેથી પોલીસના નામે પૈસાનો તોડ કરવા ગયેલી 4 યુવતીઓ રંગેહાથ પકડાઈ ગઇ હતી. જોકે આ ચાર યુવતીઓ પૈકીની પાયલ, મોનાબેનના ઘરે 25 દિવસ પહેલા 1 મહિલા અને 2 પુરુષ સાથે ગઈ હતી. ત્યારે પણ તેણે પોલીસમાં અરજી થઇ હોવાનું કહીને સમાધાન કરવા મોનાબેન પાસે રૂ.3 લાખની માગણી કરીને રૂ 1 લાખ પડાવી લીધા હતા. જે બાબતે મોનાબેને પાયલ સહિત 4 જણાં સામે ખાડિયા પોલીસ સ્ટેશનમાં બીજી ફરિયાદ દાખલ કરી છે. (બંને પાત્રનાં નામ બદલ્યાં છે)

17 ઓકટોબરે પણ પાયલ બીજી 1 યુવતી અને 2 પુરુષોને લઈને મોનાબેનના ઘરે ગઇ હતી. ત્યારે પણ પાયલે અને તેની સાથેની યુવતી અને 2 પુરુષોએ તેમની વિરુદ્ધ અરજી આવી હોવાની વાત કરીને પૈસા પડાવ્યા હતા.

ચારેય યુવતીઓ કોર્ટમાંથી જામીન પર મુક્ત
ખાડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.ડી. સોલંકીએ જણાવ્યું હતું કે, પાયલ સહિતની ચારેય છોકરીઓનો કોરોનાનો ટેસ્ટ નેગેટિવ આવતા તેમની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાઈ હતી. ચારેય કોર્ટમાંથી જામીન ઉપર મુક્ત થઇ હતી, પરંતુ પાયલ તેની 1 બહેનપણી અને 2 પુરુષ વિરુદ્ધ મોનાબેને બીજી ફરિયાદ નોંધાવી હોવાથી તે ગુનામાં હવે તેમની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

પહેલીવારમાં સફળ થતાં બીજી વાર હિંમત કરી
પાયલ અગાઉ મોનાબહેન પાસેથી રૂ.1 લાખનો તોડ કરી ગઈ હતી. જો કે ત્યારે મોનાબેને આસપાસના લોકોને ભેગા કરવાની કે પોલીસને બોલાવાની હિંમત કરી ન હતી. જેથી એક વખત તોડ કરવામાં સફળ થતાં પાયલે બીજી વખત હિંમત કરી હતી. જેમાં તે પકડાઈ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...