તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા યુવકને ONGCમાં નોકરી અપાવવાના બહાને રૂ. 3.95 લાખ પડાવી છેતરપીંડી આચરવામાં આવી હતી. યુવક પાસે 22થી વધુ વખત બેંક એકાઉન્ટમાં પૈસા ભરાવડાવ્યા હતા. યુવકે પૈસા ભરવાની ના પાડતા શખ્સે મોબાઈલ બંધ કરી દીધો હતો. યુવકની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ONGCમાં નોકરી મેળવવા યુવક પૈસા આપતો રહ્યો
વસ્ત્રાલ માધવ ઈન્ટરનેશનલ સ્કૂલ પાસે અન્નપૂર્ણાં રેસીડેન્સીમાં જતીન પટેલ પરિવાર સાથે રહે છે. જતીન હાલમાં પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. જતીન બીજી નોકરીની શોધખોળ કરતો હતો. દરમ્યાનમાં તેના કાકા ગીરીશભાઈએ તેને વોટ્સએપ પર મનુભાઈ નામની વ્યક્તિનો નંબર મોકલ્યો હતો. ONGCમાં ભરતીની વાત કરવા કહ્યું હતું. જતીને તે ફોન નંબર પર વાત કરતા મનુભાઈ નામની વ્યક્તિએ મારા મામાજી વાસુભાઈ ONGCમાં નોકરી કરે છે અને 18 લાખ પગાર છે તેમની સારી ઓળખાણ છે. તેઓ નોકરી અપાવી દેશે.
યુવકે પૈસા આપવાની ના પાડતા બેજાબાજોએ ફોન બંધ કરી દીધો
જતીને નોકરી માટે પુછતાં રૂ.60000 ભરવાના રહેશે અને આ બાબતે તેના કાકાને જાણ ન કરવા કહ્યું હતું. બાદમાં 40,000, 20,000 એમ પૈસા માગ્યા હતા. એક દિવસ વડોદરા ONGCમાંથી કોઈ ભાર્ગવ નામની વ્યક્તિએ ફોન કરી પૈસા ભરી દો એટલે તમને કોલ લેટર મળી જશે કહ્યું હતું. કુલ 22 વાર 20,000, 40,000, જેવી રકમો મળી કુલ.3.95 લાખ ભરાવ્યાં હતા. કોલ લેટર ન મળતા જતીને પૈસા ભરવાનું બંધ કર્યું હતું. વાસુભાઈએ ફોન કરી છેલ્લા 40000 ભરો તો એટલે કોલ લેટર મળશે કહ્યું હતું પરંતુ જતીને ના પાડી હતી. બાદમાં ફોન કરતા બંધ આવતો હતો. જેથી તેમને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.