ખંભાત હિંસા:'વળતર ચૂકવો, એકતરફી વલણ બદલ પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવે, CID કે CBIને તપાસ સોંપાય', હાઇકોર્ટમાં અરજી

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ
  • 6 અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં ખંભાત હિંસા કેસમાં પારદર્શક રીતે કાર્યવાહીની રજૂઆત કરી
  • ઘર, દુકાન અને મિલકતને પણ નુકસાન પહોંચ્યું હોવાની અરજદારોની અરજીમાં રજૂઆત

આણંદ જિલ્લાના ખંભાતમાં થયેલી કોમી હિંસાનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હિંસા દરમિયાન નોંધાયેલી પોલીસ ફરિયાદની તપાસ સીઆઇડી ક્રાઇમ અથવા તો સીબીઆઈને સોંપવા માટેની માંગણી હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. 6 જેટલા અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં આ મામલે પારદર્શક રીતે કાર્યવાહી થાય તેવી રજૂઆત કરી છે. જે મામલે આવનાર દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

ગયા મહિને 10 એપ્રિલે ખંભાતના શક્કરપુરમાં હિંસા થઈ હતીચાલુ વર્ષે રામ નવમીના દિવસે આણંદના ખંભાતમાં નીકળેલી શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસા મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારોએ હાઇકોર્ટ સમક્ષ આ મામલાની નિષ્પક્ષ તપાસ થાય તેવી રજૂઆત કરી છે. સાથે સાથે એ પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ કિસ્સામાં એક તરફી વલણ રાખીને પોલીસે કાર્યવાહી કરી છે. જેથી સમગ્ર મામલાની તપાસ સીઆઇડી અથવા તો સીબીઆઇને સોંપવામાં આવે.

ઇરાદાપૂર્વક કોમી હિંસા ભડકાવવામાં આવી હોવાનો રજૂઆતમાં ઉલ્લેખઅરજદારોએ કોર્ટ સમક્ષ પણ રજૂઆત કરી છે કે, ઇરાદાપૂર્વક કોમી હિંસા ભડકાવવામાં આવી હતી. અરજદારો સાંપ્રદાયિક હિંસાનો ભોગ બન્યા હતા. જેથી તેમને વળતર ચૂકવવામાં આવે. કારણ કે, આ હિંસા દરમિયાન તેમના ઘર, દુકાન અને મિલકતને પણ નુકસાન પહોંચ્યું હતું. એટલું જ નહીં, પરંતુ અરજદાર દ્વારા એ પણ માંગ કરવામાં આવી છે કે, સ્થાનિક પોલીસ અધિકારીઓ કે જેમને આ મામલે પારદર્શક રીતે કામગીરી નથી કરી. તેમની સામે ખાતાકીય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...