પાટીલની ટકોર:મધુ શ્રીવાસ્તવ મુદ્દે પાટીલની હળવી ટકોર,અમે બધું ખુલીને બોલીશું તો પાર્ટી કેવી રીતે ચાલશે?

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ટિકિટ કપાવાથી પાર્ટીના નારાજ નેતા મધુ શ્રીવાસ્તવ વિશેના એક સવાલના જવાબમાં સ્વીકાર્યું હતું કે અમે બધું ખુલીને બોલીશું તો પાર્ટી કેવી રીતે ચાલશે? મધુ શ્રીવાસ્તવની નારાજગી મુદ્દે એક ન્યૂઝ ચેનલના સવાલના જવાબમાં પાટીલે કહ્યું હતું કે મધુ શ્રીવાસ્તવ 6 ટર્મથી ધારાસભ્ય હતા. આટલા લાંબા સમય માટે પાર્ટીએ તેમના પર વિશ્વાસ મુક્યો હતો.

પાટીલે કહ્યું હતું કે દબંગ ઇમેજથી વિપરીત શ્રીવાસ્તવ સામે ભ્રષ્ટાચારના કોઈ આક્ષેપો નથી. પણ હવે તેમણે પાર્ટીનો નિર્ણય સ્વીકારવો જોઈએ. મધુ શ્રીવાસ્તવને તમે કેવી રીતે સમજાવો છો એવા સવાલના જવાબમાં પાટીલે કહ્યું હતું કે અમે ખુલીને બોલીશું તો પાર્ટી કેવી રીતે ચાલશે. દરમિયાન છેલ્લા બે વર્ષમાં ભાજપમાં જોડાયેલા કોંગ્રેસી ધારાસભ્યો મુદ્દે પાટીલે કહ્યું હતું કે રાજકીય પક્ષ ચલાવવા માટે કેટલાક સમાધાન કરવા પડે છે. આપ ત્રીજો વિકલ્પ તરીકે ઉભરી છે ત્યારે પાટીલે દાવો કર્યો હતો કે આપને એક પણ બેઠક મળશે નહીં. તેમણે એમપણ કહ્યું કે હું આપને સિરિયસલી લેતો નથી.

અન્ય સમાચારો પણ છે...