તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યક્રમ:પાટીલનું હિન્દુત્વ કાર્ડ, કારસેવા કરતાં મૃત્યુ પામેલાને યાદ કર્યા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રીએ મંદિર નિર્માણ માટેની અડવાણીની રથ યાત્રા સંભારી
  • નીતિન પટેલે અમદાવાદના વિશ્વ હિંદુ પરિષદથી કાર્યક્રમ જોયો

રામમંદિર શિલાન્યાસ વિધી સંપન્ન થયા બાદ ગુજરાતમાં તેની ઉજવણી થઇ હતી. ગુજરાત ભાજપના નવ નિયુક્ત પ્રમુખ સી આર પાટીલે સૂરતના માનગઢ ચોક પર વિશ્વ હિંદુ પરિષદ આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો. સી આર પાટીલે અહીં હિંદુત્વના મુદ્દાને પ્રદર્શિત કરતાં કારસેવા કરવા ગયેલા ગોધરાકાંડના મૃતકોને યાદ કરતાં કહ્યું કે જે રામ-સેવકોએ કાર સેવા કરી, જેમણે પણ શહીદી વ્હોરી છે એ સૌનું સ્મરણ કરું છું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને શુભેચ્છા આપી હતી.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના સત્તાવાર નિવાસસ્થાનેથી સીએમ ડેશબોર્ડ સિસ્ટમથી અયોધ્યાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ જોયું હતું. આ બાદ રૂપાણીએ લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાતમાંથી શરુ કરેલી રામ રથયાત્રા અને સોગંધ રામકી ખાતે હે, મંદિર વહીં બનાયેંગે સૂત્રનો ઉલ્લેખ કર્યો હતો.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદમાં વિશ્વ હિંદુ પરિષદના કાર્યાલય પર આવીને આ કાર્યક્રમ જોયો હતો. ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પર પણ નેતાઓએ લાઇવ પ્રસારણ જોયું હતું. જ્યાં ભૂતપૂર્વ પ્રમુખ જીતુ વાઘાણી, સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા અને અન્ય નેતા હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...