શાહના શિષ્ય:પાટીલ પેટાચૂંટણીની પ્રીલિમિનરી પરીક્ષામાં ફુલ્લી પાસ, હવે 2022ની વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકના લક્ષ્ય સાથે આગળ વધશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમિત શાહ પાસેથી શીખેલા ચૂંટણીમાં જીતના પાઠ પાટીલને પેટાચૂંટણીમાં પાસ થવામાં કામે લાગી ગયા
  • દેશમાં લોકસભા હોય કે વિધાનસભાની ચૂંટણી, શાહની કોર ટીમમાં ચૂંટણી મેનેજમેન્ટ સંભાળતા હતા સી.આર. પાટીલ

ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણી ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની પરીક્ષા હતી, જેમાં પાટીલ ફુલ્લી પાસ થઈ ગયા છે. પાટીલની વ્યૂહરચના અને ટીમવર્કને કારણે ભાજપને ફાયદો થયો છે. ભાજપના ચૂંટણી-ચાણક્ય કહેવાતા અમિત શાહ પાસે જીતના પાઠ ભણેલા સી.આર. પાટીલે પહેલી જ પરીક્ષા પાસ કરી છે. વિધાનસભાની પેટાચૂંટણીની તમામ 8 બેઠક પર ભાજપ આગળ છે.

પાટીલ માટે આ ચૂંટણી પ્રીલિમિનારી પરીક્ષા જેવી હતી
ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલની નિમણૂક પાછળના ભાજપના ગણિત પાછળ એવું મનાય રહ્યું છે કે 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત માટે અમિત શાહની કોર ટીમમાં સી.આર. પાટીલ પણ સામેલ હતા. એટલું જ નહીં, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવાં રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પણ શાહના સાથી તરીકે પાટીલની મહત્ત્વની ભૂમિકા રહી હતી. આમ, ચૂંટણીમાં જીતના ગણિતમાં અમિત શાહ સાથે ટ્રેનિંગ લઈને આવેલા પાટીલને ગુજરાત ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવ્યા બાદ પાટીલ પણ 2022ની વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યા હતા, એ સમયે જ વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણી આવતાં જ પાટીલ માટે આ ચૂંટણી પ્રીલિમિનરી પરીક્ષા જેવી હતી.

માઇક્રો મેનેજમેન્ટ સાથે મતદાન માટેની વ્યૂહરચના કરી
સંગઠનના માળખાને ચૂંટણીમાં લગાડી માઈક્રો મેનેજમેન્ટ સાથે મતદાન માટેની વ્યૂહરચના કરી હતી, જેમાં પેજ પ્રમુખથી માંડીને સાંસદ, ધારાસભ્યો, આગેવાનો અને પ્રમુખ સહિતના કામે લાગી ગયા હતા અને ભાજપને જિતાડવા મહેનત કરી રહ્યા હતા. આમ તો વિધાનસભાની તમામ 8 બેઠક અગાઉ કૉંગ્રેસ પાસે હતી, પરંતુ આ ધારાસભ્યો ભાજપમાં ભળી જતાં ભાજપ માટે બેવડો પડકાર હતો કે કૉંગ્રેસના પેરાશૂટને જિતાડવા અને ભાજપને જેટલી બેઠકો વધુ મળે એટલો ફાયદો લેવાનો હતો, કેમ કે પાટીલને પણ પોતાની શક્તિનો પરિચય આપવાનો હતો.

અન્ય સમાચારો પણ છે...