• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Patil Demands Withdrawal Of Statement Made About Teachers; The BJP President Said, "Teachers Are Losing Their Dignity As Gurus, Training Is Needed."

શિક્ષક સંઘે નિવેદનને વખોડ્યું:પાટીલે શિક્ષકો વિશે કરેલું નિવેદન પાછું ખેંચવા માગ; ભાજપપ્રમુખે કહ્યું હતું, ‘શિક્ષકો ગુરુ તરીકેની ગરિમા ગુમાવી રહ્યા છે, ટ્રેનિંગની જરૂર છે’

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
CR પાટીલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
CR પાટીલ - ફાઇલ તસવીર

ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે શિક્ષકો અંગે કરેલા નિવેદન સામે રાજ્ય પ્રાથમિક સંઘે વિરોધ નોંધાવ્યો છે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે સી. આર. પાટીલને તેમનું નિવેદન પરત ખેંચવા માગ કરી છે.

શિક્ષક સંઘે જણાવ્યું હતું કે, સી. આર. પાટીલ દ્વારા કરવામાં આવેલા નિવેદનથી શિક્ષકોને ઠેસ પહોંચી છે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તેમના નિવેદનને સખત શબ્દોમાં વખોડે છે. પ્રાથમિક શિક્ષક સંઘે કહ્યું હતું કે, રાષ્ટ્રમાં જ્યારે આપત્તિ આવી છે ત્યારે શિક્ષકો સૌથી પહેલા સેવામાં અગ્રેસર રહ્યા છે. કોરોનાના સમયમાં બ્લડ ડોનેશન કેમ્પ, અનાજ વિતરણ, શેલ્ટર હોમ, કોવિડ હોસ્પિટલમાં સેવાઓ જેવી કામગીરી શિક્ષકો દ્વારા કરવામાં આવી હતી તેમ છતાં પણ શિક્ષકો માટે આ પ્રકારનાં નિવેદનો કરવાં યોગ્ય નથી. આથી સી. આર. પાટીલે શિક્ષકો વિરુદ્ધનું તેમનું નિવેદન પરત લેવું જોઈએ.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે તાજેતરમાં કહ્યું હતું કે, ગુરુ તરીકેની ગરિમા શિક્ષકો ગુમાવી રહ્યા છે અને મોંઘવારી, રજા અને પગાર જેવા લાભો વિશે વિચારી રહ્યા છે. કર્મચારી બની રહેલા પ્રાથમિક શિક્ષકોને ગુરુ હોવાનું ભાન કરાવવા પ્રશિક્ષણ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...