તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇલાજ:પ્રોગ્નોસ્ટિક ટેસ્ટથી બ્રેસ્ટ કેન્સરનું વહેલું નિદાન કરીને દર્દીઓને કિમોથેરેપીથી બચાવી શકાય છે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હજુ પણ 60 ટકા દર્દીમાં બ્રેસ્ટ કેન્સરનું ત્રીજા કે ચોથા સ્ટેજમાં નિદાન થાય છ

ઓકટોબર મહિનાને બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ તરીકે મનાવાય છે, ત્યારે ચોંકાવનારી વાત એ છે કે, હજુ પણ 60 ટકા દર્દીમાં બ્રેસ્ટ કેન્સરનું ત્રીજા કે ચોથા સ્ટેજમાં મોડું નિદાન થાય છે, પરંતુ અદ્યતન ટેકનોલોજી અને પ્રોગ્નોસ્ટિક ટેસ્ટ દ્વારા બ્રેસ્ટ કેન્સરનું વહેલું નિદાન કરીને દર્દીને વધુ પડતી સારવાર અને કિમોથેરેપીથી બચાવી શકાય છે.

વેદાન્ત અને સિમ્સ હોસ્પિટલના ઓન્કોલોજિસ્ટ ડો. ચિરાગ દેસાઇ જણાવે છે કે, હાલમાં અદ્યતન સારવાર અને ટેકનોલોજી ઉપલબ્ધ હોવા છતાં 60 ટકા મહિલા દર્દીમાં બ્રેસ્ટ કેન્સરનું નિદાન ત્રીજા કે ચોથા સ્ટેજમાં થાય છે. 20 વર્ષ પહેલાં મોટાભાગના દર્દીઓની ઉંમર 50ની આસપાસ હતી, જે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘટીને 50 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે. જે દર્દીની સારવારમાં એક પડકારજનક સ્થિતિ છે. જો કે, હાલમાં ઉપલબ્ધ થયેલાં કેનઆસિસ્ટ બ્રેસ્ટ જેવા પ્રોગ્નોસ્ટિક ટેસ્ટથી બ્રેસ્ટ કેન્સરનું પ્રારંભિક તબક્કે નિદાન કરીને કેમોથેરાપીની સાથે વધુ સારવારથી બચાવી શકાય છે.

50 વર્ષથી નાની ઉંમરમાં બ્રેસ્ટ કેન્સર વધવાનાં મુખ્ય કારણ કયાં
શહેરી વિસ્તારોની મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરમાં વધારો થવા પાછળ અતંદુરસ્ત આહાર, બેઠાડુ જીવનશૈલી, ધુમ્રપાન અને દારૂનું સેવન, મોટી ઉંમરે બાળકોને જન્મ આપવો અને સ્તનપાનમાં ઘટાડા સાથે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરેપીના ઉપયોગ મુખ્ય કારણો છે.

કેનઆસિસ્ટ બ્રેસ્ટ પ્રોગ્નોસ્ટિક ટેસ્ટ શું છે
સ્વદેશી રીતે વિકસિત કેનઆસિસ્ટ બ્રેસ્ટ પ્રોગ્નોસ્ટિક ટેસ્ટના પરિણામને આધારે દર્દીમાં કેન્સરના ઓછાથી ઉચ્ચ જોખમની સચોટ માહિતી મળે છે. કિમોથેરાપી ટાળી અને આક્રમક સારવારથી જીવન ગુણવત્તા વધવાની સાથે-સાથે સારવારનો ખર્ચ પણ બચે છે.

40 વર્ષ પછી મેમોગ્રાફ ટેસ્ટ કરાવવો જોઈએ
શેલ્બી હોસ્પિટલના ઓન્કોસર્જન ડો.ધર્મેશ પંચાલ અને ડો.નીલેશ બ્રહ્મચારી જણાવે છે કે, બ્રેસ્ટ કેન્સરના ઝડપી નિદાન માટે દરેક મહિલાએ 40 વર્ષ પછી મેમોગ્રાફ અને એમઆરઆઇ બ્રેસ્ટ ટેસ્ટ કરાવવો જોઇએ. મેમોગ્રાફમાં ન પકડાતી ગાંઠનું એમઆરઆઇ બ્રેસ્ટ ટેસ્ટથી ચોક્કસ નિદાન થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser