તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Patient Loses Both Kidneys Due To Hospital Mistake In Ahmedabad, Spends Rs 15 Lakh On Other Ailments After Transplant, Court Pays Rs 8 Lakh Compensation

ગંભીર બેદરકારી:અમદાવાદમાં હોસ્પિટલની ભુલથી દર્દીએ બે કિડની ગુમાવી, ટ્રાન્સપ્લાન્ટ બાદ અન્ય બિમારીઓમાં 15 લાખ ખર્ચ્યા, કોર્ટે 8 લાખનું વળતર અપાવ્યુ

અમદાવાદ4 મહિનો પહેલા
હોસ્પિટલની ભુલ શિક્ષકને ભારે પડી
  • હોસ્પિટલની સામે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરતાં હોસ્પિટલે ભુલ સ્વીકારી, કોર્ટે 8 લાખ રૂપિયાનું વળતર અપાવ્યું.
  • દર્દીએ પોતાની મોટાભાગની મિલકત વેચીને સારવાર કરાવી, હવે ઘરનું ગુજરાન ચલાવવામાં પણ તકલીફ પડે છે.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને સામાન્ય બીમારી હતી. તેઓ ચાંદખેડા વિસ્તારમાં આવેલી શ્રીજી હાર્ટ હોસ્પિટલમાં દાખલ થયા હતા. આ હોસ્પિટલમાં ડૉક્ટરની ભૂલ ને કારણે આ વ્યક્તિની બે કિડની ફેલ થઈ ગઈ હતી. એટલું જ નહીં આ કિડની ફેલ થયા છતાં તેને જાણ પણ ન કરાઇ આખરે આ વ્યક્તિએ પોતાના પિતાની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી અને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટના 6 વર્ષ અગાઉ ની છે જેમાં આ અંગે આ વ્યક્તિ એ શ્રીજી હોસ્પિટલ ઉપર કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટે 6 વર્ષ બાદ ચુકાદો આપ્યો છે. કોર્ટે હોસ્પિટલને ફરિયાદીને 8 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

ફરિયાદીનું શું કહેવું છે?
આ કેસમાં ફરીયાદી ઉમેશભાઈએ divya bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું એક શિક્ષક છું સાથે આ ઘટના પહેલા મારે ટ્રાવેલ્સનો નાનો ઘંધો હતો. મને એક-બે વાર તાવ આવ્યો. જેથી મેં રિપોર્ટ કરાવ્યા જેમાં મને ટાઇફોઇડ થયો હતો. મને વધારે તકલીફ થતા અમે ચાંદખેડા આવેલી શ્રીજી હાર્ટ હોસ્પિટલમાં ગયા. ત્યાં ડોક્ટરે મને ચેક કર્યો અને ત્યાં દાખલ કર્યો. ત્યાં દાખલ કર્યા બાદ મને તકલીફ વધવા માંડી મારુ બ્લડપ્રેશર વધી ગયું. હવે મને કે મારા પરિવારમાં કોઈને મેડિકલ ક્ષેત્રે કોઈ નોલેજ ન હતું એટલે અમે કાઈ કરી ન શક્યા.

ફરિયાદી ઉમેશભાઈ અને તેમના પત્ની
ફરિયાદી ઉમેશભાઈ અને તેમના પત્ની

તબિયત વધુ લથડતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લીધું
4 દિવસ પછી બ્લડ રિપોર્ટમાં સીરમ ક્રિએટનીન 2 થી વધી ને 4 થયું. ત્યારબાદના રિપોર્ટમાં 8 થયું. દિવસે દિવસે મારી તબિયત લથડતી ગઈ ત્યાં અમે ડોક્ટરને કહ્યું કે તમે એવું હોય તો કોઈ સિનિયર અથવા નિષ્ણાત ડોક્ટર ને બોલાવો પરંતુ તેઓ અમને દવા આપતા રહ્યા. 7 દિવસ બાદ તબિયત વધુ લથડતા અમે જેમ તેમ કરીને ડિસ્ચાર્જ લીધું. ત્યારબાદ અમે અપોલો ના ડૉક્ટરને રિપોર્ટ બતાવ્યા તેઓ એ કીધું કે આમની બંને કિડનીમાં ઘણી અસર થઈ છે. તેઓએ શ્રીજી હોસ્પિટલના ડૉક્ટરને પણ કોલ કરીને ઠપકો આપ્યો.

દિવસો જતા શરીરમાં નવી બીમારી વધતી ગઈ
અમે બાયોપ્સી કરાવીને ઘરે આવ્યા. ત્યારબાદ મારી તબિયત ગંભીર થતા અમે કિડની હોસ્પિટલમાં દાખલ થયા. ત્યાં બાયોપ્સી રિપોર્ટ આવ્યો અને એમાં 2 કિડની ફેલ થઈ ગઈ હોવાનું માલુમ પડ્યું. મારા પિતાએ કિડની મને ડોનેટ કરી અને મેં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું.મને થયું કે હવે હું સામાન્ય જીવન જીવી શકીશ પરંતુ દિવસો જતા શરીરમાં નવી બીમારી વધતી ગઈ. બ્રેનની અને આંખની તકલીફ થઈ. હું 6 વર્ષથી બેડરેસ્ટમાં છું મને કોઈ તકલીફ થાય તો મારે 1 મહિનો હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે.

મિલકત વેચીને સારવારનો ખર્ચ ઉઠાવ્યો
મેં મારી મિલકત વેચીને મારી સારવારનો ખર્ચ ઉઠાવ્યો છે. કોરોના કાળ પહેલા ઘરે બાળકોનું ટયુશન ચલાવીને ગુજરાન ચાલે તેટલું કમાઈ લેતો પરંતુ હવે તો પરિસ્થિતિ ખુબજ કફોડી છે. અમે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી 6 વર્ષે ચુકાદો આવ્યો જેમાં મને 8 લાખ જેટલું વળતર મળ્યું. પંરતુ મેં હોસ્પિટલ પાછળ જ અત્યાર સુધી 15 લાખ ખર્ચી નાખ્યા છે. 6 વર્ષથી મારા ઘરનું ગુજરાન ચલાવું છું મારા બાળકને ભણવાનો ખર્ચો એ બધા માટે પણ સંબંધીઓ જોડે હાથ લાંબા કરવા પડયા હતા કોઈ મદદ નથી કરતું. એટલે મને પૂરું વળતર મળે તે માટે ફરી અપીલ કરવાનો છું. મારી સરકારને અપીલ છે કે આવા લોકોને સજા કરો તો મારા જેવા બીજાની જિંદગી ખરાબ ન થાય.

હોસ્પિટલ અને ડોક્ટર સામે સરકાર પગલાં ભરો
ઉમેશભાઈ ના પત્નીએ આ અંગે divya bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે કોર્ટ એ અમારી ફરિયાદ સાંભળી અને અમને વળતર આપ્યુ એને અમે આવકારીએ છે. પરંતુ મારા પતિનું જીવન બગાડનાર આ હોસ્પિટલ અને ડોક્ટર સામે સરકાર પગલાં ભરે તેવી માંગ છે.અમને વળતર મળ્યું પણ મારા પતિએ ઘણું ખોયું છે. તેઓ પહેલા ઇચ્છતા કે અમારા પુત્રને સારી શાળામાં ભણાવશે અને ઘરે પણ તેને અભ્યાસમાં મદદ કરશે પરંતુ આ બધી બીમારી ના કારણે પોતાના પુત્ર સાથે પણ વધુ સમય નથી વિતાવી શક્યા. આ અમારા પરિવાર પર જે વીત્યું છે એવું કોઈની સાથે ન થાય.

કોર્ટના આદેશ મુજબ 8 લાખ જેટલી રકમ મળી
આ મામલે તેઓના એડવોકેટ આનંદ પરીખ એ જણાવ્યું કે અમે અરજદાર તરફથી 15 લાખના વળતરની માંગણી કરી હતી. કોર્ટના આદેશ મુજબ 8 લાખ જેટલી રકમ મળી છે. જોકે અરજદારને આ વળતરની રકમ પૂરતી ન લાગતા તેઓ ફરી કોર્ટમાં વધુ વળતર માટે અપીલ કરવાના છીએ. સાથે હોસ્પિટલમાંની બેદરકારી અંગે પણ જો અરજદાર ઈચ્છે તો આ હોસ્પિટલ સામે અન્ય કોર્ટમાં ફરિયાદ કરી શકે છે. આવા કેસમાં આવી ગંભીર બેદરકારી હોસ્પિટલ સામે આવી છે તો તેના પર કન્ઝ્યુમર કોર્ટ સિવાય અન્ય કોર્ટે કાર્યવાહી માટે આદેશ આપી શકે છે.

અન્ય સમાચારો પણ છે...