સિવિલની બેદરકારીનો વધુ એક કિસ્સો:અમદાવાદની સિવિલમાં સારવારમાં દર્દીનું મોત, બધા રિપોર્ટ નેગેટિવ હતા છતાં કોરોનાનો ટેસ્ટ કર્યા વગર કોરોના વોર્ડમાં દાખલ કર્યા

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નારોલ ખાતે રહેતાં શખસના મોતથી પરિવારજનો આઘાતમાં

નારોલમાં રહેતા 56 વર્ષીય અનિલ રમેશચંદ્ર ચોબળનું સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવારમાં મોત થયું હતું અને તે પછી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરિવારના સદસ્ય મનીષ ખોબકરે કહ્યું હતું કે, અનિલભાઈને શ્વાસમાં તકલીફ પડતાં સિવિલ લઈ ગયા હતા અને બધા રિપોર્ટ નોર્મલ હતા. શ્વાસમાં તકલીફને લીધે કોરોના ટેસ્ટિંગ વગર જ કોવિડની સારવાર અપાઇ હતી. અનિલભાઈએ ફોન પર વાત કરતાં કહ્યું હતું કે, મને પૂરતું ઓક્સિજન કે ભોજન મળતું નથી, તેથી હોસ્પિટલમાં ડર લાગે છે. જેથી બીજે દિવસે સાંજે સિક્યુરિટી કેબિન પર પૂછતા તબિયત સારી હોવાનું જણાવ્યું હતું. તે દિવસે રાત્રે 11 વાગે ફોન આવ્યો કે અનિલભાઈનું મૃત્યુ થયું છે, તમે બોડી લઈ જઈ શકો છો. સવારે બોડી લેવા ગયા ત્યારે અનિલભાઈનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

અંતિમ સંસ્કાર માટે એમ્બુલન્સના 8 હજાર ચૂકવ્યા
અનિલભાઈના અવસાન બાદ સવારે અંતિમ સંસ્કાર માટે 9થી સાંજના 6 સુધી દૂધેશ્વર વાડજ સ્મશાનમાં ફર્યા હતા. પરંતુ 7 કલાકનું વેઇટિંગ જણાતાં, 10 કલાકની રઝળપાટને અંતે સાબરમતી સ્મશાને 4-5 કલાકના વેઇટિંગ બાદ અંતિમ સંસ્કાર કર્યો હતો. ખાનગી એમ્બુલન્સ હોવાથી એક કલાકના રૂ. 800 લેખે 10 કલાકના 8,000 ચૂકવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...