તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાતમાં ફરી એકવાર સ્થાનિક ચૂંટણી સમયે જ અચાનક પાટીદાર અવાજ ઊઠતાં જ અલર્ટ બની ગયેલા ભાજપે સ્ટ્રેટેજી બદલીને પાટીદારને પ્રાયોરિટીમાં ટિકિટ આપવાની વિચારણા શરૂ કરી દીધી છે, કેમ કે 2015ની જિલ્લા-તાલુકા અને પાલિકાની ચૂંટણીમાં પાટીદાર મતદારોને કારણે ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે જ એકાએક અમદાવાદના ઉમિયાધામ ખાતે લેઉવા અને કડવા પાટીદાર અગ્રણીઓએ સંયુક્ત રીતે શાસન અને વહીવટીતંત્રમાં પાટીદારોની બાદબાકી થતી જાય છે એવો સૂર ઉચ્ચારીને ભાજપ માટે એક સંદેશો મોકલી આપ્યો હતો,. ત્યાર બાદ ભાજપનું પાર્લમેન્ટરી બોર્ડની બેઠક ચાલુ થઈ ગઈ છે, જેમાં ઉમેદવારોની પસંદગી થશે, એ વચ્ચે હવે પાટીદારોનાં નામ પર વિચારણા કરવાની ભાજપને ફરજ પડે એવી શક્યતા છે.
કેટલીક પેનલો ફેરવીને પાટીદારોને મહત્ત્વ અપાય એવી શક્યતા
ભાજપનાં સૂત્રોના જણાવ્યા, મુજબ ભલે 2015 જેવું ડેમેજ 2021ની ચૂંટણીમાં થઈ શકે એમ નથી અને તેથી પક્ષે જે રીતે ઉમેદવારોની પેનલ બનાવી છે એમાં પાટીદારોનો અવાજ મજબૂત રીતે રજૂ થાય તેવું ન હતું. એમાં હવે પાટીદારો એ એકતા બતાવી દેતાં હવે પુન:વિચારણા કરવી પડે તેમ છે, પાટીદારો માને છે કે ભાજપે પાટીદારોની બાદબાકી કરી છે, જેથી પાટીદાર સમાજના આગેવાનોની નારાજગીની સાથે લાગણી અને માગણીને ધ્યાને લઈ ભાજપની પાર્લમેન્ટરીની મેરેથોન બેઠકમાં મહાનગરપાલિકાની ઉમેદવાર પસંદગીમાં કેટલીક પેનલો ફેરવીને પાટીદારોને મહત્ત્વ અપાય તેવી શક્યતા છે.
‘રાજકારણમાં પાટીદાર સમાજની નોંધ લેવાતી નથીઃ ખોડલધામ કાગવડના અધ્યક્ષ નરેશ પટેલ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં કડવા અને લેઉવા પાટીદારો એક મંચ પર આવતાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. બે દિવસ પહેલાં ઊંઝા ઉમિયાધામમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજની એક જ મંચ પર આયોજિત ચિંતન બેઠકમાં ખોડલધામ કાગવડના અધ્યક્ષ નરેશ પટેલે કહ્યું હતું કે ‘રાજકારણમાં પાટીદાર સમાજની નોંધ લેવાતી નથી.’ આ નિવેદનની પાટીદાર સમાજ પર ઘેરી અસર થઈ છે. પાટણના સંડેર નજીક કાગવડ ટ્રસ્ટના નેજા હેઠળ ખોડલધામનું નિર્માણ થવાનું છે. આ સ્થળના નિરીક્ષણ માટે જતાં પહેલાં નરેશ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓએ ઊંઝામાં કડવા પાટીદારોનાં કુળદેવી ઉમિયા માતાજીનાં દર્શન કર્યાં હતાં.
ઉદ્યોગ, શિક્ષણ સહિતનાં તમામ ક્ષેત્રોમાં પાટીદારો આગળ
કડવા અને લેઉઆ પાટીદાર સમાજના અગ્રણીઓની ચિંતન બેઠકમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે ‘વિશ્વમાં પાટીદારોની વસતિ પોણાબે કરોડ છે. ગુજરાતના જીડીપીને જો કોઈ વધારી શકતું હોય તો એ પાટીદાર સમાજ છે. ઉદ્યોગ, શિક્ષણ સહિતનાં તમામ ક્ષેત્રોમાં પાટીદારો આગળ છે, પરંતુ હજુ કંઈક ખૂટે છે. આ સમાજની નોંધ નથી લેવાતી. હું બે બાબતે આ વાત કરું છે. એક અધિકારી સ્તરે અને બીજું રાજકારણમાં. અધિકારી સ્તરે પાટીદારો હોવા જોઈએ એટલા નથી. ક્લાર્કથી કલેક્ટર સુધી અને સરપંચથી સાંસદ સુધી પાટીદારો હોવા જોઈએ. રાજકીય પકડ નહીં વધે તો આપણને કોઈ ગણશે જ નહીં. સરકારી નોકરી અને રાજકીય પ્રતિનિધિત્વ વધે તેવા પ્રયાસો આપણે સંયુક્ત રીતે કરવા પડશે.’
પાટીદારો એકસાથે આવતાં રાજકારણમાં ફેરફાર થવાની શક્યતા
બાદમાં ઊંઝા ઉમિયાધામના અધ્યક્ષ મણિભાઈ પટેલે કહ્યું હતું કે ‘પાટીદારે પાટીદારનું જેટલું નુકસાન કર્યું છે, એટલું બીજા કોઈએ નથી કર્યું.’ નોંધનીય છે કે 2015માં પાટીદાર અનામત આંદોલન વખતે પટેલો કડવા અને લેઉવા નહીં, પણ પાટીદારો તરીકે એકસાથે હતા. એ વખતે અલગ અલગ જોવા મળેલા પટેલો ફરી એકવાર એક પ્લેટફોર્મ પર આવતાં ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારો થવાની શક્યતા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.