પાટીદારો રોડ પર ઊતર્યા:અમદવાદના વટવામાં ઓબીસી સમાજને ટિકિટ મળવાની વાતથી વસ્ત્રાલમાં પાટીદારો રોડ પર ઊતર્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વસ્ત્રાલમાં પાટીદાર સમાજના લોકોએ રસ્તા પર ઊતરી ટિકિટની માગ કરી - Divya Bhaskar
વસ્ત્રાલમાં પાટીદાર સમાજના લોકોએ રસ્તા પર ઊતરી ટિકિટની માગ કરી
  • આ પહેલાં વાઘાણીના ખાસ મહેશ પટેલે પોતાને ઉમેદવાર જાહેર કરી ફટાકડા ફોડ્યા હતા

ભાજપે વિધાનસભા ચૂંટણી માટે શહેરની એકમાત્ર વટવા બેઠકને બાદ કરતાં તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. આ સ્થિતિમાં વટવા બેઠક પર ભાજપ ઓબીસી સમાજના ઉમેદવારને ઉતારે તેવી શક્યતા છે. આ જોતા શનિવારે રાત્રે વસ્ત્રાલમાં પાટીદાર સમાજના લોકો રોડ પર ઊતરી આવ્યા અને વટવામાં સ્થાનિક અને પાટીદાર જ ઉમેદવારને ટિકિટ આપવા માગણી કરી હતી.

વટવા બેઠક પર કોને ટિકિટ આપવી તે અંગે મનોમંથન ચાલી રહ્યું છે ત્યારે આ સ્થિતિમાં ભાજપના મંત્રી જિતુ વાઘાણીના નજીકના ગણાતા મહેશ પટેલ ઉર્ફે દાઢીએ પોતાને જાતે જ વટવા બેઠક પર ઉમેદવાર તરીકે જાહેર કરી ફટાકડા ફોડ્યા હતા. આ જોઈને સ્થાનિક પાટીદારોએ ભાજપમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, વટવાની આજુબાજુની દસ્ક્રોઈ અને અમરાઈવાડી બેઠક પર પાટીદાર સમાજના ઉમેદવાર ઉતારી દીધા છે એટલે આ બેઠક ઓબીસીના ઉમેદવારને મળી શકે છે. આ સ્થિતિમાં પાટીદાર સમાજના લોકો ઉશ્કેરાયા હતા અને વસ્ત્રાલમાં રોડ પર ઊતરી આવી આ બેઠક પર માત્ર ને માત્ર પાટીદાર સમાજના જ સ્થાનિક ઉમેદવારને ઉતારવાની માગ કરી હતી.

સામાન્ય રીતે ભાજપ શહેરની 16 બેઠકમાંથી ઓછામાં ઓછી 3 બેઠક ઓબીસીને આપે છે. અમદાવાદ શહેરમાં જગદીશ પંચાલ સિવાય બીજી કોઈ બેઠક ઓબીસી સમાજને આપી નથી એટલે સ્વભાવિક રીતે ઓબીસી મતદારોને જોતા પાર્ટીએ પ્રજાપતિ સમાજના મજબૂત ચહેરાને ઉતારે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...