ખોડલધામમાં પાટોત્સવ:સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલનું આવતીકાલે અમદાવાદમાં શક્તિપ્રદર્શન, નિકોલ ખાતે પાટીદાર યુવાનોની બાઇક રેલી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 21મી જાન્યુઆરીના રોજ ખોડલધામ કાગવડનો પાટોત્સવ યોજાવાનું છે તેનું આમંત્રણ આપવા આવશે

સૌરાષ્ટ્રમા લેઉવા પાટીદાર સમાજના ખોડલધામ મંદિરને 21 જાન્યુઆરી 2022ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થતાં ખોડલધામ ખાતે માતાજીના ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ખોડલધામમાં પાટોત્સવની ઉજવણીનું આમંત્રણ આપવા ખોડલધામ મંદિરના ટ્રસ્ટી અને લેઉવા પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ આવતીકાલે અમદાવાદમાં આવી રહ્યા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નિકોલ ઉત્તમનગર ખાતે નરેશ પટેલ દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન કરવામાં આવશે. લેઉવા પાટીદાર સમાજ દ્વારા સાંજે 4 વાગ્યે નરેશ પટેલનું ભવ્ય સન્માન કરવામાં આવશે. આવતીકાલે અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં નિકોલ ઉત્તમનગર ખાતે તેમજ પશ્ચિમ વિસ્તારમાં સાંજે સિંધુ ભવન ખાતે નરેશ પટેલ કાર્યક્રમમાં હાજરી આપશે. નિકોલમાં કાર્યક્રમ યોજાવાનો છે તેમાં આશરે એક હજાર જેટલા લોકો હાજર રહે તેવી સંભાવના છે.

200 પાટીદાર યુવાનોની બાઇક રેલીનું આયોજન
ખોડલધામ સમિતિ અમદાવાદના આગેવાનના જણાવ્યા મુજબ ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ બપોરે 03:30 વાગ્યે અમદાવાદ ખાતે આવશે. અમદાવાદના સમગ્ર સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજ દ્વારા તેઓનું ભવ્યભવ્યાતિ સ્વાગત કરવા માટે નિકોલ ખોડીયાર મંદિરથી 200 જેટલા પાટીદાર યુવાનોની બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. નરેશ પટેલ બાઇક રેલીમાં જોડાશે અને ઉત્તમનગર ખાતે જ્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પહોચશે. ક્યારે પહોંચશે ત્યારે ઢોલ નગારા અને પાટીદાર સમાજની મહિલાઓ દ્વારા માથે બેડાં લઈ અને તેઓનું સ્વાગત કરવામાં આવશે અમદાવાદના સમગ્ર સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજની અલગ અલગ સંસ્થાઓ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવનાર છે.

સ્ટેજ ઉપર એક પણ વ્યક્તિને બેસાડવામાં નહિ આવે
21 મી જાન્યુઆરી 2022ના રોજ ખોડલધામ કાગવડ ખાતે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેનું આમંત્રણ આપવા માટે નરેશ પટેલ આવ્યા છે. અમદાવાદ ખોડલધામ સમિતિના આગેવાનના જણાવ્યા મુજબ નિકોલના કાર્યક્રમમાં સ્ટેજ ઉપર એક પણ વ્યક્તિને બેસાડવામાં નહિ આવે સ્ટેજ માત્ર બોલવા અને સન્માન માટે જ બનાવવામાં આવશે. ખુદ નરેશ પટેલ પણ નીચે જ બેસવાના છે જ્યારે સન્માન અને સંબોધન કરવામાં આવનાર છે ત્યારે જ સ્ટેજ પર બધા જશે. સાંજે નિકોલ ખાતે કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પશ્ચિમ વિસ્તારમાં વસ્ત્રાપુરના સિંધુભવન ખાતે પણ આ જ રીતે પાટોત્સવમાં આમંત્રણ માટે નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં અમદાવાદ જિલ્લાના આગેવાનો અને પશ્ચિમ વિસ્તારના લેઉવા પાટીદાર સમાજના લોકો હાજરી આપવાના છે.

અન્ય સમાચારો પણ છે...