CM મળશે પાટીદાર નેતાઓને:પાટીદાર આગેવાનોની સાજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત, પાટીદારોના પ્રશ્નો, નિરાકરણ અને કાર્યક્રમો અંગે થશે ચર્ચા

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ - Divya Bhaskar
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • 1,500 કરોડના સોલા ઉમિયા કેમ્પસના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંગે ચર્ચા વિચારણા કરાશે
  • સોલા ઉમિયા કેમ્પસ ખાતે 11 થી 13 ડિસેમ્બર દરમિયાન યોજાનારા મહોત્સવ અંગે પણ ચર્ચા કરાશે

15 દિવસ પહેલા ગુજરાતમાં આખેઆખી સરકાર બદલવામાં આવી છે અને પાટીદાર એવા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પદનો ચાર્જ સંભાળતા જ ભૂપેન્દ્ર પટેલ રાજકીય અને સામાજિક આગેવાનોને પણ મળી રહ્યા છે. જે અંતર્ગત આજે પાટીદાર સમાજના આગેવાનો સાથે મુલાકાત કરવાના છે.

પાટીદાર સમાજના અગ્રણીઓ મણીદાદા ( ઉંઝા, ઉમિયા માતાજી સંસ્થાન), નરેશભાઈ પટેલ ( ખોડલધામ), ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરા, રમેશદુધવાળા ( સોલા ઉમિયા કેમ્પસ), ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ સહિત 40 પાટીદાર આગેવાનો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરશે. સાંજે 6 વાગ્યે સીએમ હાઉસ ખાતે મુલાકાત લેશે. મુખ્યમંત્રીનું સન્માન કરશે. જેમાં પાટીદાર સમાજના પ્રશ્નો, નિરાકરણ, વિવિધ કાર્યક્રમો અને 1,500 કરોડના સોલા ઉમિયા કેમ્પસના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંગે ચર્ચા વિચારણા કરાશે. સોલા ઉમિયા કેમ્પસ ખાતે 11 થી 13 ડિસેમ્બર દરમિયાન યોજાનારા ભવ્યાતિભવ્ય મહોત્સવ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

50 બેઠક પર પાટીદાર પાવર જ ચાલશે
ગુજરાતમાં પાટીદારોના સૌથી વધુ મતદારો ધરાવતી 50 બેઠક છે, જેમાં ઊંઝા, વીસનગર, બહુચરાજી, ગાંધીનગર ઉત્તર, મહેસાણા, વિજાપુર, હિંમતનગર, માણસા, ઘાટલોડિયા, વેજલપુર, ઠક્કરબાપાનગર, નારણપુરા, નિકોલ, નરોડા, મણિનગર, સાબરમતી, ધ્રાંગધ્રા, મોરબી, ટંકારા, દસક્રોઈ, વિરમગામ, રાજકોટ ઇસ્ટ, રાજકોટ સાઉથ, જસદણ, ગોંડલ, જામજોધપુર, માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, જેતપુર, ધોરાજી, જામનગર ગ્રામ્ય, સયાજીગંજ, બોટાદ, કામરેજ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, મજુરા, કતારગામ, લુણાવાડા, નડિયાદ, ડભોઇ, કરજણ છે.

આ 21 બેઠક પર પણ પાટીદારોનું પ્રભુત્વ
આ સાથે અકોટા, વાઘોડિયા, રાવપુરા, માંજલપુર, તળાજા, રાપર, જામનગર સાઉથ, ભાવનગર ગ્રામ્ય, બોરસદ, આંકલાવ, માતર, મહુધા, કપડવંજ, પાદરા, નાંદોદ, જંબુસર, ભરૂચ, નવસારી, શહેરા, કલોલ, બાપુનગરની બેઠકો પર પણ પાટીદારોનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. ગુજરાતમાં હાલ ભાજપના 44 ધારાસભ્ય, 6 સાંસદ ઉપરાંત ત્રણ સાંસદ હાલ રાજ્યસભામાં પાટીદાર છે.

અન્ય સમાચારો પણ છે...