તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
GCCIની બિઝનેસ વિમેન વિંગ કમિટી અને IPR એન્ડ લીગલ કમિટી દ્વારા બેઝિક ટ્રેડમાર્ક કોપી રાઇટ્સ, પેટન્ટ ડિઝાઇનની માહિતી આપતા એક ખાસ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. બિઝનેસ વિમેન વિંગ કમિટીના ચેરપર્સન શિલ્પા ભટ્ટ અને કો-ચેરપર્સન કુસુમકૌર વ્યાસે તમામ મહિલા સદસ્યોને વેબિનાર અંગે ઉંડાણપૂર્વક માહિતી આપી વક્તાઓનો પરિચય કરાવ્યો હતો. ઉપરાંત દરેક સદસ્યોને આ વેબિનાર તેમના બિઝનેસમાં તે કેવી રીતે સહાયરૂપ થઇ શકશે તે અંગે જાણકારી આપી હતી.
વક્તા એડવોકેટ ડૉ. રિશિત ભટ્ટે ટ્રેડમાર્ક અને કોપીરાઇટ્સના મહત્વ અંગે જણાવ્યું હતું. ટ્રેડમાર્કના વિવિધ પ્રકાર, તેની એપ્લિકેશન પ્રોસેસ, અસરકારતા વગેરે અંગે પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું. આ સાથે જ એડવોકેટ ઓમકાર આચાર્યએ MSMEને વર્તમાન સમયમાં પેટન્ટ ફાઇલ કરાવવી એ કેટલું મહત્વનું છે તે અંગે માહિતગાર કર્યા હતા. સરકાર તરફથી પેટન્ટ ફાઇલ કરવા પર અને વિમેન આંત્રપ્રિન્યોર તરીકે ફાઇલ કરવાથી મળતા લાભો અંગે જણાવ્યું હતું. એડવોકેટ ગૌરવ સોનીએ ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન અંગે જણાવ્યું હતું કે, ડિઝાઇન હંમેશા નવી અને ઓરિજિનલ હોવી જોઇએ. પ્રશ્નોત્તરીકાળમાં વક્તાઓ દ્વારા IPR સંબંધિત વિવિધ પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.