• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Now Naresh Patel Too Will Rely On Prashant Kishor, Not Khodaldham Committee But Will Decide On The Basis Of PK's Survey Whether To Go Into Politics Or Not

એક્સક્લુઝિવ:હવે નરેશ પટેલ પણ પ્રશાંત કિશોરના ભરોસે, ખોડલધામ સમિતિ નહીં પણ PKના સર્વેના આધારે નિર્ણય કરશે રાજકારણમાં જવું કે નહીં

અમદાવાદ4 મહિનો પહેલા
  • પ્રશાંત કિશોરે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે અલગ અલગ ટીમ બનાવી

છેલ્લા ઘણાં સમયથી ખોડલધામ નરેશ રાજકારણમાં જોડાવાના નિર્ણય અંગે અનિર્ણિત છે. પહેલા 20થી 30 માર્ચ વચ્ચે નિર્ણય જાહેર કરવાનું કહ્યા બાદ હવે તેમણે સર્વે કરાવની નિર્ણય લેવાનો નિર્ણય કર્યો છે. નિર્ણયોમાં અટવાતા નરેશ પટેલ માટે પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોર સર્વે કરાવી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ખોડલધામ સાથે સંકળાયેલા એક સિનિયર વ્યક્તિએ DivyaBhaskar સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો છે. નરેશ પટેલની રાજકીય ભૂમિકા શું હોય શકે અને કયા પક્ષમાં તે જોડાય શકે તે અંગેનો નિર્ણય પ્રશાંત કિશોરના સર્વેના આધારે લેવાશે.

નરેશ પટેલની છબી ઉપર શું અસર થઈ શકે આ મુખ્ય મુદ્દાને લઈને સર્વે
ગુજરાતની રાજનીતિમાં નવા ચહેરાઓ કોણ આવી શકે છે તેની ચર્ચામાં અત્યારે સૌથી મોખરાનું નામ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલનું છે. ખોડલધામ સાથે જોડાયેલા એક અગ્રણીઓના કહેવા મુજબ પટેલની રાજકીય ભૂમિકા શું હોય શકે અને કયા પક્ષમાં તે જોડાઈ શકે તેનો નિર્ણય પ્રશાંત કિશોર જ લેશે. હાલ બે પ્રકારના સર્વે નરેશ પટેલ માટે થઈ રહ્યા છે. એક સર્વે ખોડલધામ સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજો સર્વે પીકેની ટીમ દ્વારા થઇ રહ્યો છે. પીકેની ટીમ દ્વારા અત્યારે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક અને ગ્રાઉન્ડ લેવલનો સર્વે હાથ ધરાઈ રહ્યો છે. જેમાં નરેશ પટેલ રાજકારણમાં જોડાય તો તેની અસર કેવી, નરેશ પટેલની છબી ઉપર તેની શું અસર થઈ શકે આ મુખ્ય મુદ્દાને લઈને સર્વે થઇ રહ્યો છે.

નરેશ પટેલ ઈચ્છે છે કે પ્રશાંત કિશોરની રણનીતિના આધારે જ આગળ વધે
પ્રશાંત કિશોરે ટીમ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે અલગ અલગ ટીમ બનાવી છે. આ ટીમ દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. માત્ર પાટીદારો જ નહીં પરંતુ અન્ય સમાજના લોકો અને વિવિધ વેપાર સાથે સંકળાયેલા લોકો નરેશ પટેલને રાજકીય ભૂમિકામાં જોવા માટે તૈયાર છે કે કેમ તેનો સર્વે કરવામાં આવી રહ્યો છે. નરેશ પટેલ પણ પોતે ઈચ્છે છે કે પ્રશાંત કિશોર દ્વારા તૈયાર થયેલી રણનીતિના આધારે જ તેઓ આગળ વધે. પ્રશાંત કિશોરની એક ટીમ મહિલાઓનો સંપર્ક કરીને ગુજરાતની રાજનીતિમાં નવા ચહેરા તરીકે નરેશ પટેલને સ્વીકારવા તૈયાર છે કે કેમ તે દિશામાં વધુ કામ કરી રહી છે. પ્રશાંત કિશોરે ગુજરાતની રાજનીતિનો ખૂબ જ અભ્યાસ કર્યો છે અને તેનામાં નરેશ પટેલ વિશ્વાસ રાખતા હોય તે પ્રકારની તેમના સર્વેની તેવો રાહ જોઈ રહ્યા છે.

લેવા પટેલ સમાજની સીધી અસર થાય તેવી બેઠકો ઉપર પણ સર્વે
ગુજરાતમાં પચાસ કરતાં વધુ એવી બેઠકો છે કે જ્યાં સીધી રીતે પાટીદારો તેના પરિણામ ઉપર અસર કરે છે. જેમાં પણ લેઉવા પટેલ સમાજમાંથી નરેશ પટેલ આવે છે તેની 20 જેટલી બેઠકો છે. લેવા પટેલ સમાજની સીધી અસર થાય તેવી બેઠકો ઉપર પણ સર્વે કરવામાં આવી રહ્યો છે. જેથી કરીને એક તાગ મેળવી શકાય કે પોતાના સમાજના લોકો સંપૂર્ણ રીતે નરેશ પટેલને રાજકીય ભૂમિકામાં જોવા માટે તૈયાર છે કે કેમ. તેમજ અન્ય પાટીદાર મતદારો વધારે હોય તે બેઠક ઉપર નરેશ પટેલ સર્વ સંમત છે કે કેમ. તે સિવાય પણ અલગ-અલગ સમાજના અગ્રણીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી રહી છે. પ્રશાંત કિશોરની ટીમ દ્વારા એક ચોક્કસ પ્રકારની પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવી છે જેના આધારે રણનીતિ નક્કી કરવામાં આવશે. જો પાટીદાર મતદારો અસર કરી શકે તેવી બેઠકો ઉપર નરેશ પટેલને સર્વ સ્વીકૃત ચહેરા તરીકે સ્વીકારવામાં આવે છે કે કેમ તે તપાસો પણ ખૂબ જ જરૂરી છે. પ્રશાંત કિશોરની ટીમ આ બેઠકો ઉપર પણ ખૂબ જ ઝીણવટપૂર્વક નો અભ્યાસ કરી રહી છે.

નરેશ પટેલ દ્વારા પોતાની છબિને સુરક્ષિત રાખવા માટે ખૂબ મથામણ
પ્રશાંત કિશોર દ્વારા જે સર્વે કરવામાં આવી રહ્યો છે તેમાં સૌથી મહત્વની એ બાબતને ધ્યાનમાં રાખવામાં આવે છે કે નરેશ પટેલ રાજકારણમાં આવે તો તેમની છબીઓ પર શું અસર થાય. ભલે કોઈ ગમે તે કહે તું હોય પરંતુ નરેશ પટેલ પોતાની છબિને સુરક્ષિત રાખવા માટે ખૂબ મથામણ કરી રહ્યા છે અને તેના કારણે સીધી રીતે કોઈ રાજકીય પાર્ટીનું નામ પણ તેમના મોડેથી લેવા તૈયાર નથી. ભારતીય જનતા પાર્ટી સિવાય જો તેઓ કોંગ્રેસમાં કે આમ આદમી પાર્ટીમાં જાય તો સ્વાભાવિક રીતે જ મુખ્યમંત્રીના ચહેરા તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. પીકેની ટીમ દ્વારા જે સર્વે હાથ ધરાયો છે તેમાં પાટીદાર સમાજ સિવાયના લોકો પણ તેમને મુખ્યમંત્રી તરીકે સ્વીકારવાની માનસિકતા રાખી રહ્યા છે. તેમજ તે રાજકીય રીતે મજબૂત નેતૃત્વ આપી શકશે ખરાં. મુખ્યમંત્રી તરીકે તેઓ લોકોની અપેક્ષા અને સમાજની અપેક્ષા પણ પૂર્ણ કરી શકશે ખરાં. અલગ-અલગ સવાલોને લઈને પીકેની ટીમ સક્રિય થઇ ગઇ છે અને નરેશ પટેલની રાજકીય ભૂમિકા નક્કી કરવા માટે તૈયારી કરી રહી છે.

ભાજપ સામે લડવુ હોય તો એક ચોક્કસ રણનીતિથી જ પડવું પડે તેવી સ્થિતિ
ગુજરાતના વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમવાર પ્રશાંત કિશોર પણ પોતાની રણનીતિકાર તરીકેની ભૂમિકા ભજવવા જઈ રહ્યાં છે. ભાજપ સામે લડવુ હોય તો એક ચોક્કસ રણનીતિના આધારે જ પડવું પડે તેવી સ્થિતિ છે. કારણ કે ગુજરાતમાં એક તરફ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને બીજી તરફ નબળું કોંગ્રેસનું સંગઠન અને નવી આમ આદમી પાર્ટી નબળી છે.

નરેશ પટેલ દ્વારા અન્ય પક્ષમાં જોડાવા માટે સર્વે કરાવી રહ્યા હોવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
નરેશ પટેલ દ્વારા અન્ય પક્ષમાં જોડાવા માટે સર્વે કરાવી રહ્યા હોવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

નરેશ પટેલને સીધી રીતે રાજકીય મેદાનમાં ઝંપલાવવાનો કેમ ડર લાગે છે?
ગુજરાતમાં પાટીદાર સમાજનું વર્ચસ્વ ખૂબ મોટું છે અને રાજકીય રીતે પણ પાટીદાર સમાજની પકડ હોવા છતાં નરેશ પટેલ કેમ વિચારી વિચારીને રાજકારણમાં ઝંપલાવી રહ્યા છે. જેની પાછળ કેશુબાપાની નરેન્દ્ર મોદીની સામે પડવાની રાજકીય લડાઇમાં જે સ્થિતિ થઈ છે તેનાથી નરેશ પટેલને પણ ડર છે કે તેઓની સ્થિતિ પણ કેશુબાપા જેવી થઈ શકે છે. શરૂઆતના તબક્કે નરેશ પટેલ કોઈ રાજકીય પાર્ટીમાં જોડાઈ જાય તો હોંશે હોંશે લોકો તેને આવકારી લે પરંતુ ખરા અર્થમાં જ્યારે ચૂંટણી આવે ત્યારે તેઓ જીતી શકે કે કેમ તે પણ મોટો પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટીની જે પ્રકારની પકડ છે તેની સામે તે અન્ય કોઈ રાજકીય પાર્ટીમાં જઈ શકે ખરા? નરેશ પટેલ પોતે પણ માને છે કે તેમની લોકપ્રિયતા કેશુભાઈ જેટલી તો નથી જ. જો કેશુભાઈ પટેલને ચૂંટણીમાં પાટીદારોએ જ મત ન આપ્યા હોય તો એ જ પાટીદારો નરેશ પટેલને પણ મત આપશે કે કેમ? ખોડલધામના પ્રમુખ તરીકે અત્યાર સુધી નરેશ પટેલે જે નામના મેળવી છે તે ખોટા રાજકીય નિર્ણયને કારણે ધોવાઇ જાય તેવો ડર તેમને સતાવી રહ્યો છે. સમાજમાં પોતાનું વર્ચસ્વ એ અલગ બાબત છે અને રાજકીય રીતે પોતાનું કદ બતાવવું એ અલગ બાબત છે.

નરેશ પટેલની રાજકારણમાં જોડાવાને લઈને પોતાની છબિ ખરડાવાનો ડર સતાવી રહ્યો છે.
નરેશ પટેલની રાજકારણમાં જોડાવાને લઈને પોતાની છબિ ખરડાવાનો ડર સતાવી રહ્યો છે.

નરેશ પટેલની સર્વે પાછળની માનસિકતા શું બતાવે છે?
નરેશ પટેલ જો ભારતીય જનતા પાર્ટીમાં જાય તો તેમને સર્વે કરવાની કોઈ જરૂરિયાત રહે ખરી કારણ કે જો તેઓ પોતાનું રાજકીય કદ વધારવા તૈયાર હોય તો ભારતીય જનતા પાર્ટીમાં તેમને સ્વાભાવિક રીતે જ સ્વીકારી લે છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના સામે કોઈ મોટો પક્ષ નથી કે જે ભારતીય જનતા પાર્ટીને હાલની સ્થિતિ જોતા વિધાનસભાની ચૂંટણીમાં મુશ્કેલીઓ ઉભી કરી શકે. સર્વે પાછળની સ્પષ્ટ માનસિકતા નરેશ પટેલની ભારતીય જનતા પાર્ટી સિવાયના રાજકીય પક્ષ મારફતે રાજકીય સફર શરૂ કરવાની છે એ સ્પષ્ટ થઈ રહ્યું છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીની સામે તેઓ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાં જોડાય તો જ તેમના સામે પડકારો ઊભા થઇ શકે અને તે પડકાર સામે તેઓ ઊભા રહી શકે તેમ છે કે કેમ તે અંગેની જ મૂંઝવણ નરેશ પટેલને સતાવી રહી છે.જે થી તેઓ પીકેના સહારે આગળ વધી રહ્યા છે. જો તેઓ રાજકીય ભૂમિકા જ અદા કરવાના હોય તો ભારતીય જનતા પાર્ટીમાં જવાનું નક્કી કરે તો સર્વેનું કોઈ ઔચિત્ય દેખાતું નથી.

છેલ્લા થોડા દિવસોથી અલગ અલગ પક્ષના નેતાઓ નરેશ પટેલની મુલાકાત લઈ ચૂક્યા છે.
છેલ્લા થોડા દિવસોથી અલગ અલગ પક્ષના નેતાઓ નરેશ પટેલની મુલાકાત લઈ ચૂક્યા છે.

શું નરેશ પટેલ ભાજપ સિવાયના પક્ષથી રાજકીય સફર શરૂ કરશે?
નરેશ પટેલે આખરે સ્વીકાર્યું તો છે કે તેમને રાજનીતિમાં જવું છે. ત્યારે સ્વાભાવિક રીતે જ કોઈ પણ પડકાર વગર પોતાનું કદ વધારવા માટે ભારતીય જનતા પાર્ટીએ સૌથી સરળ માર્ગ છે. પરંતુ નરેશ પટેલના મનમાં ભાજપ સિવાય અન્ય કોઇ પાર્ટીમાં જવાની તૈયારી હોય તો જ આ પ્રકારના સર્વે અને લોકોને વારંવાર પૂછવાની વાત કરી રહ્યા છે. સમાજના અગ્રણીઓને મત જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નરેશ પટેલને માત્ર પોતાની છબી ખરડાવવાની બીકે જ આ પ્રકારની સર્વેની કામગીરી હાથ ધરાઈ રહી છે. નરેશ પટેલ પોતે કેશુબાપા જેવી રાજકીય સ્થિતિ પોતાની ન થાય તે બાબતે સજાગ થઇને એક ચતુર રણનીતિકાર અને રાજકીય નેતાઓની માફક આગળ વધી રહ્યા છે. કેમકે તેઓ જાણે છે કે ભારતીય જનતા પાર્ટીની સામે પડવું એ એક પ્રકારે રાજકીય સુસાઇડ બની રહેશે. ભાજપ જેટલું મજબૂત સંગઠન અન્ય કોઈ રાજકીય પાર્ટીનું ગુજરાતમાં નથી. જેથી રાજકીય રણનીતિકાર તરીકેના અનુભવ ધરાવતા પ્રશાંત કિશોરના સહારે જ આગળ વધવા માંગે છે. પ્રશાંત કિશોરની ટીમનો સર્વે પૂરો થયા બાદ જ નરેશ પટેલ પોતાનો નિર્ણય જાહેર કરશે એ વાત ચોક્કસ છે.