CMનો આગવો અંદાજ:જ્યારે મારે મૂવી જોવા જવાનું થાય ત્યારે આખા ક્લાસને બહાર કાઢતો, હજુ નથી લાગતું કે હું સી.એમ છું: ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદએક મહિનો પહેલા
હળવા અંદાજમાં ભૂપેન્દ્ર પટેલ
  • ડિપ્લોમા સાથે ભણેલા સાથીઓ દ્વારા ભૂપેન્દ્ર પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો
  • ભૂપેન્દ્ર પટેલે તેમના મિત્રોને સીએમ નિવાસસ્થાન પર ભોજન માટે આમંત્રણ આપ્યું

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જાણીતો અંદાજ ફરી એકવાર જોવા મળ્યો હતો. અમદાવાદ ખાતે તેમની સાથે ડિપ્લોમાનો અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ મારફતે યોજવામાં આવેલા અભિવાદન કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલ પોતાના આગવા અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે, જ્યારે મારી મૂવી જોવાનું થાય ત્યારે આખા ક્લાસને બહાર કાઢતો હતો. હજુ નથી લાગકતું કે હું સીએમ છું.

કોલેજકાળના અનુભવો વર્ણવ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કોલેજ કાળના અનુભવો યાદ કરતાં કહ્યું કે, જ્યારે પિક્ચર જોવા જવાનું થતું ત્યારે આખા ક્લાસને બહાર કાઢતા હતા. માત્ર એટલું જ નહીં, પરંતુ તેમને એ વાત પણ કહી કે તમને હળવાશમાં એ વાતનો ઉલ્લેખ પણ કર્યો કે હજુ સુધી લાગી નથી રહ્યું કે તેઓ મુખ્યમંત્રી બન્યા છે, એમના સિક્યોરિટીને પણ થતું હશે કે ખરા છે, એવું કહે નહીં પણ અનુભવતા હશે.

સરકારી પોલિટેક્નિકમાં સાથે ભણેલા સાથીઓ દ્વારા સીએમનો સન્માન સમારોહ
સરકારી પોલિટેક્નિકમાં સાથે ભણેલા સાથીઓ દ્વારા સીએમનો સન્માન સમારોહ

અમદાવાદની સરકારી પોલિટેક્નિકમાં સીએમ ભણ્યા હતા
વર્ષ 1979થી 1982 સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ સરકારી પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કર્યો હતો. એ દરમિયાન આ બેચના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના પૂર્વ વિદ્યાર્થીઓએ સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મિત્રોને સીએમ નિવાસસ્થાન પર ભોજન માટે આમંત્રણ આપ્યું હતું.

સિવિલ એન્જિનિયરિંગ વિભાગના પૂર્વ વિદ્યાર્થીઓએ સન્માન કાર્યક્રમ
સિવિલ એન્જિનિયરિંગ વિભાગના પૂર્વ વિદ્યાર્થીઓએ સન્માન કાર્યક્રમ
અન્ય સમાચારો પણ છે...