ઘટસ્ફોટ:તસવીર એક પણ નામ અલગ હોય તેવા પાસપોર્ટ ક્રાઈમ બ્રાન્ચે કબ્જે કર્યા, અમદાવાદ અને આસપાસ બોગસ પાસપોર્ટ બનાવવાનું કૌભાંડ

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ - Divya Bhaskar
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ
  • વિદેશ જનારા લોકોને એજન્ટો આવા પાસપોર્ટ આપતા હોવાની શંકાના આધારે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરૂ કરી

તાજેતરમાં અમદાવાદના યુવાનને કેનેડા લઈ જવાના બહાને કોલકત્તા લઈ જવાયો હતો. ત્યારબાદ તેમને ગોંધી રાખીને 45 લાખ રૂપિયા પડાવી લેવાયા હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નોંધી હતી. આ સમગ્ર તપાસ ચાલી રહી હતી તે દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને એક એવી મળી કે, કેટલાક લોકો બોગસ પાસપોર્ટ બનાવીને વિદેશ લઇ જવાનું કૌભાંડ ચલાવતા હતા. આ સમગ્ર બનાવની બાતમી મળતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રેડ કરીને બે બોગસ પાસપોર્ટ કબ્જે કર્યા છે. આ સમગ્ર કૌભાંડ રાજ્યવ્યાપી હોવાની શંકાના આધારે હાલ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેરની નજીકમાં એક જ ફોટોગ્રાફ સાથે બે અલગ અલગ નામના પાસપોર્ટ બનાવ્યા હોવાની બાતમી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમીની જગ્યાએ જઈને બે ભારતીય પાસપોર્ટ કબજે કર્યા છે. આ પાસપોર્ટમાં એક જ વ્યક્તિનો ફોટોગ્રાફ છે પરંતુ બંને પાસપોર્ટમાં લખેલા નામ અલગ અલગ હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વિદેશ જનારા લોકોને એજન્ટો આવા બોગસ પાસપોર્ટ બનાવી આપતા હોવાની શંકા ક્રાઈમ બ્રાન્ચને છે, જે માટે આ લોકોએ પાસપોર્ટ ડુપ્લીકેટ બનાવી દીધા છે પરંતુ આ ટોળકીમાં રાજ્યના અન્ય લોકો પણ એટલે કે એજન્ટો પણ એક્ટિવ હોય તેની શંકાના આધારે તપાસ શરૂ કરી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કૌભાંડમાં અન્ય લોકો સંડોવાયેલા છે કે કેમ તેની સાથે અગાઉ કેટલા પાસપોર્ટ બન્યા અને આ પાસપોર્ટથી કોઈ વિદેશ ગયું છે કે કેમ તે જાણવા માટે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...