કોરોના ઇફેક્ટ:દુબઈ જતાં પેસેન્જરોએ એરપોર્ટ પર RTPCRના 2700 ચૂકવવા પડે છે

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દુબઈના નિયમ મુજબ ડિપાર્ચરના 6 કલાક પહેલાં ટેસ્ટ જરૂરી
  • પેસેન્જરોએ ટોકન લઈ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે

તાજેતરમાં દુબઇ ખાતે એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે અમદાવાદથી મુસાફરોનો ધસારો વધ્યો છે. ત્યારે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આરટીપીસીઆર માટે લાંબી લાઇન લાગી છે. દુબઇ સરકારના નિયમ મુજબ મુસાફરોએ ફલાઇટમાં બેસવાના 6 કલાક પહેલા આરટીપીસીઆર કરેલો હોવો જોઇએ તેમજ તે સિવાયના માટે 48 કલાક પહેલાનો નેગેટીવ રિપોર્ટ હોવો જોઇએ. મુસાફરોએ આરટી-પીસીઆર માટે એરપોર્ટ ઉપર રૂ. 2700 ચાર્જ ચુકવીને ટોકન લઇને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે. એરપોર્ટ સંચાલકોએ વધારે કાઉન્ટર કરવા મુસાફરોની માગ છે.

શહેરના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દુબઇ માટે સ્પાઇસજેટ, ઇન્ડિગો, ફલાઇ દુબઇ અને એમિરેટ્સ સહિતની ચાર ફલાઇટસ છે. અમદાવાદથી દુબઇ જવાની ફલાઇટનો સમય એક સરખો હોવાથી 2થી 3 ફલાઇટના મુસાફરો એક સાથે એકત્ર થતા હોવાથી આરટી-પીસીઆર ટેસ્ટ કરાવનારાઓની ભારે ભીડ થઇ જાય છે. જે મુસાફરો પાસે બન્ને ટેસ્ટ નેગેટીવ હશે તેમને ફલાઇટમાં બેસવા દેવામાં આવશે. એરપોર્ટ પર ટેસ્ટ કરાવવા માટે મુસાફરોએ રૂ. 2700 ચાર્જ ચૂકવવા પડે છે.

દુબઇ એકસ્પોમાં ભાગ લેવા જઇ રહેલા મુસાફરે જણાવ્યું કે, દુબઇની ફલાઇટના સમયથી 7થી 8 કલાક પહેલા એરપોર્ટ પહોંચવું પડે છે. આરટી-પીસીઆરના ટેસ્ટ માટે પૈસા ભરીને ટોકન લેવું પડે છે. ત્યાર બાદ કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને પ્રતીક્ષા કરવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...