મુસાફરોને હાલાકી:પટના જતી ફ્લાઇટમાં ખામી સર્જાતા મુસાફરો 5.30 કલાક સુધી અટવાયા, યોગ્ય જવાબ ન મળતા પેસેન્જરોએ ટર્મિનલમાં હોબાળો કર્યો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ટેકનિકલ ખામી દૂર ન થતાં અંતે બીજી ફ્લાઇટમાં મોકલાયા

અમદાવાદથી સવારે 7.55 વાગે પટના જતી સ્પાઇસ જેટની ફ્લાઇટ એસજી 391માં ટેકઓફ પહેલાં ટેકનિકલ ખામી સર્જાતાં મોડી પડી હતી. જોકે યોગ્ય જવાબ ન મળતા પેસેન્જરોએ ટર્મિનલમાં હોબાળો મચાવ્યો હતો. સાડા પાંચ કલાક સુધી ટેકનિકલ ખામી દૂર ન થતા એરલાઇને અંતે બીજા એરક્રાફ્ટમાં પેસેન્જરોને બપોરે 1.43 વાગે પટના મોકલ્યા હતા. બીજી તરફ સોમવારે અમદાવાદ આવતીજતી 12 ફ્લાઈટ મોડી પડી હતી. જ્યારે ગોફર્સ્ટની અમદાવાદ-દિલ્હી અને દિલ્હી- અમદાવાદ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી.

વિઝિબિલિટી ઘટતાં 3 ફ્લાઇટ ડાઇવર્ટ કરવી પડી
સોમવારે પણ વિઝિબિલિટી ઓછી હોવાથી સળંગ બીજા દિવસે એક ઇન્ટરનેશનલ સહિત બે ફ્લાઈટ ડાઇવર્ટ કરાઈ હતી, જેમાં દુબઈથી અમદાવાદ આવતી એમિરેટ્સની ફ્લાઈટ ઈકે 538ને હૈદરાબાદ ખાતે તેમ જ ગોવાથી અમદાવાદ આવતી ઈન્ડિગોની ફ્લાઈટ 6ઈ 6955ને જયપુર ડાઇવર્ટ કરાઈ હતી. જોકે થોડા સમયમાં જ વિઝિબિલિટી સુધરતા બંને ફ્લાઇટ પરત ફરી હતી. રવિવારે સાંજે 6થી સોમવારે સવારે 6 સુધી એરપોર્ટ પરથી 115થી વધુ ફ્લાઇટનું સંચાલન કરાયું હતું.

12 ફ્લાઇટ લેટ

એમિરેટસ
અમદાવાદ-દુબઈ4.32 કલાક
દુબઈ-અમદાવાદ1.48 કલાક
સ્પાઈસ જેટ
અમદાવાદ-ગોવા3.04 કલાક
અમદાવાદ-પટના5.40 કલાક
ગોવા-અમદાવાદ3.24 કલાક
ઈન્ડિગો
અમદાવાદ-મુંબઈ1.37 કલાક
અમદાવાદ-દિલ્હી1.05 કલાક
પુણે-અમદાવાદ3.38 કલાક
દિલ્હી-અમદાવાદ2.56 કલાક
ગોવા-અમદાવાદ2.10 કલાક
ભોપાલ-અમદાવાદ1.20 કલાક

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...