તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કર્ફ્યૂ સમયે હાલાકી:16 ટ્રેનની અવરજવરને લીધે સેંકડો પેસેન્જર અટવાઈ પડ્યા, કાલુપુર સુધી સામાન સાથે ચાલીને જવું પડ્યું; અંતે, પોલીસ વાનમાં સ્ટેશન પહોંચાડ્યા

અમદાવાદ15 દિવસ પહેલા
મુસાફરોને સામાન ઊંચકીને રેલવે સ્ટેશન સુધી ચાલીને જવું પડ્યું.
  • શહેરમાં રથયાત્રાના સમગ્ર રૂટ પર સઘન પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે
  • કર્ફ્યૂને કારણે વાહન વ્યવહાર બંધ હોવાથી મુસાફરોને એરપોર્ટ અને રેલવે સ્ટેશન જવામાં પરેશાની

અમદાવાદમાં ભગવાન જગન્નાથ સઘન પોલીસ-બંદોબસ્ત વચ્ચે નગરચર્યાએ નીકળ્યા છે. રથયાત્રાના સમગ્ર રૂટ પર કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. ત્યારે કર્ફ્યૂને કારણે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. શહેરમાં અમદુપુરાથી કાલુપુર રેલવે સ્ટેશન સુધી મુસાફરોને સામાન સાથે ચાલીને જવું પડ્યું છે. હાલમાં કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની અવરજવર ચાલુ છે, પરંતુ શહેરમાં રથયાત્રાના રૂટ પર વાહનવ્યવહાર કર્ફ્યૂને કારણે બંધ છે, જેથી અનેક મુસાફરો પરેશાન થયા છે. ઉત્તરપ્રદેશ જવા નીકળેલા મુસાફરોને રેલવે સ્ટેશન સુધી સામાન સાથે ચાલીને જવું પડ્યું છે.

પોલીસ-બંદોબસ્તમાં મુસાફરો અટવાયા.
પોલીસ-બંદોબસ્તમાં મુસાફરો અટવાયા.

પોલીસે પ્રવાસીઓને પોલીસના વાહનમાં અન્ય સ્થાને લઈ જવા મદદ કરી
રથયાત્રા દરમિયાન શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો છે. અનેક વિસ્તારોમાં નિયંત્રણો લગાવવામાં આવ્યાં છે. ત્યારે કાલુપુર દરવાજા પાસે રેલવે સ્ટેશનથી આવતા અને જતા પ્રવાસીઓ માટે પોલીસે માનવીય અભિગમ અપનાવ્યો. સ્થાનિક પોલીસે પોલીસનાં વાહનોમાં પ્રવાસીઓને અન્ય સ્થાને લઈ જવામાં મદદ કરી, જેને કારણે અટવાયેલા મુસાફરોમાં આનંદ જોવા મળ્યો અને તેમણે ખુશી વ્યક્ત કરી હતી.

પોલીસે પોતાના વાહનમાં મુસાફરોને અન્ય વિસ્તારમાં ખસેડ્યા.
પોલીસે પોતાના વાહનમાં મુસાફરોને અન્ય વિસ્તારમાં ખસેડ્યા.

10 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે બપોરે 2 વાગ્યા સુધી કર્ફ્યૂ
રથયાત્રા ગાયકવાડ હવેલી, ખાડિયા, કાલુપુર, શહેરકોટડા, દરિયાપુર, શાહપુર, કારંજ, માધવપુરા, દાણીલીમડા અને સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ એમ આ 10 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થવાની છે, આથી આ તમામ પોલીસ સ્ટેશનના તાબા હેઠળ આવતા વિસ્તારોમાં આજે બપોરે 2 વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યૂ લદાયો છે.

વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ

  • નરોડાથી મેમ્કો તરફ આવતાં વાહનો મેમ્કો ચાર રસ્તાથી ડાબી બાજુ વળી બાપુનગર - રખિયાલ-અમરાઈવાડી તરફ જઈ શકશે.
  • સોનીની ચાલી તરફથી આવતાં વાહનો રખિયાલ ચાર રસ્તાથી જમણી બાજુ વળી મેમ્કો તરફથી ડાબે વળીને ગોમતીપુર - મણિનગર - દાણીલીમડા તરફ અવરજવર કરી શકશે.
  • નારોલથી આવતાં વાહનો દાણીલીમડાથી આંબેડકર બ્રિજ થઈ આશ્રમ રોડ જઈ શકશે.
  • આશ્રમ રોડથી સુભાષબ્રિજ સર્કલ થઈ શિલાલેખ ચાર રસ્તા થઈ શાહીબાગ ડફનાળા, એરપોર્ટ અવરજવર કરી શકાશે. આંબેડકર બ્રિજ થઇને દાણીલીમડા-ગોમતીપુર-મણિનગર જઈ શકાશે.
શહેરમાં સમગ્ર રૂટ પર પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
શહેરમાં સમગ્ર રૂટ પર પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ બ્રિજ બંધ રહેશે
જમાલપુર બ્રિજ
એલિસબ્રિજ
નેહરુબ્રિજ
ગાંધીબ્રિજ

આ બ્રિજ ચાલુ રહેશે
સુભાષ બ્રિજ
દધીચિ બ્રિજ
આંબેડકર બ્રિજ
વિશાલા બ્રિજ

અન્ય સમાચારો પણ છે...