ગો ફર્સ્ટની એરપોર્ટ પર અન્ય એક ઘટનામાં દિલ્હીથી અને પૂણેથી એકસાથે એમ બે ફલાઇટ બુધવારે સવારે 8.05 કલાકે આવી પહોંચી હતી. આ બંને ફલાઇટમાં સવાર 150 એરાઇવલમાં લગેજ માટે કન્વેયર બેલ્ટ પર રાહ જોઇને ઉભા હતા. પરંતુ 1 કલાક સુધી બેલ્ટ પર લગેજ ન આવતા પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો.
પેસેન્જરોએ જણાવ્યંુ કે 1 કલાક સુધી અમે ખડેપગે છતાં એરલાઇનનો કોઇ સ્ટાફ સાંભળવા તૈયાર ન હતો. બાદમાં માલૂમ પડ્યું કે, લગેજ ઉતારી કન્વેયર બેલ્ટ પર લગેજ મુકનાર સ્ટાફ જ ડ્યૂટી પર ન હતો. ફલાઇટમાં સવાર એક પેસેન્જરે સોશિયલ મીડિયામાં એરલાઈન્સની અવ્યવસ્થા મુદ્દે રોષ વ્યક્ત કર્યો હતો. જેમાં લગેજ માટે રાહ જોવડાયા બાદ ગ્રાઉન્ડ સ્ટાફ મદદે ન આવ્યો હોવાનું લખ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.