તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો ડર:અમદાવાદ એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ ફરજિયાત કરી દેવાતા મુસાફરોની સંખ્યામાં 45 ટકાનો ઘટાડો, છેલ્લા ચાર દિવસમાં 100 ફ્લાઈટો રદ

અમદાવાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • ડોમેસ્ટિક સેક્ટરમાં પ્રતિદિન 180 જેટલી ફ્લાઇટોની મૂવમેન્ટ વચ્ચે 18 હજારથી વધુ મુસાફરોની અવર જવર થાય છે
  • સીટની ક્ષમતા સામે 50 ટકાથી ઓછુ બુકિંગ થાય છે

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતાં ખૂબ જ ગંભીર સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ સહિતના મહાનગરોમાં સંક્રમણ હદ બહાર વધી રહ્યું છે. જેની અસર ઉડ્ડયન વિભાગને પણ થઈ છે. અમદાવાદ એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ ફરજિયાત કરી દેવાતા મુસાફરોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. છેલ્લા ચાર દિવસમાં ડોમેસ્ટિક સેક્ટરમાં 35 ટકાથી વધુ ફલાઈટો રદ થઈ છે. જ્યારે અન્ય ફ્લાઈટોમાં ઓલ ઓવર પેસેન્જર લોકો ફેક્ટરનો ગ્રાફ 40થી 45 ટકા નીચે આવી ગયો છે.

એરપોર્ટ પર 18 હજારથી વધુ મુસાફરોની અવર જવર
અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટિક સેક્ટરમાં પ્રતિદિન 180 જેટલી ફ્લાઇટોની મૂવમેન્ટ વચ્ચે 18 હજારથી વધુ મુસાફરોની અવર જવર થાય છે. ત્યારે કોરોનાના ડરથી છેલ્લા ચાર દિવસમાં આ પ્રવાસીઓમાં ખાસ્સો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ જે ફ્લાઈટો રદ થઈ રહી છે તેમાં સૌથી વધુ ગો એરની ફ્લાઇટનો સમાવેશ થાય છે. બુધવારે પણ ગો એરની થઈ તે એક જ દિવસમાં આઠ ફ્લાઇટો મળી કુલ 11 ફ્લાઇટો રદ થઇ હતી. આમ છેલ્લા ચાર દિવસમાં અમદાવાદ એરપોર્ટ પર 100થી વધુ ફ્લાઇટો કેન્સલ થઈ હતી.

50 ટકાથી ઓછા મુસાફરોનું બુકિંગ
જે સેક્ટરની ફ્લાઈટમાં પેસેન્જર નથી મળતા તે ફ્લાઈટ સૌથી વધુ રદ થઈ રહી છે. જેમાં ગો એરની નવ ફ્લાઇટોમાં મુંબઈ, દિલ્હી, વારાણસી, જયપુર, કોચી, ચેન્નાઇ તેમજ ઇન્ડિગો રાયપુર, સ્પાઇસ જેટ ની દરભંગા, દિલ્હીની ફ્લાઈટ રદ થઇ છે. છત્તીસગઢમાં લોકડાઉન આવતા અમદાવાદથી રાયપુરની ફ્લાઈટ અનિશ્ચિત મુદત માટે બંધ કરવામાં આવી છે. હાલમાં મોટાભાગની એરલાઈન કંપનીઓ 180 સીટર એરક્રાફ્ટ ઓપરેટ કરી રહી છે. 89 સીટર બોમ્બાડયર અને 72 સીટર એટીઆર એરક્રાફ્ટમાં હાલમાં સીટની ક્ષમતા સામે 50 ટકાથી ઓછા મુસાફરોનું બુકિંગ હોય છે.

ટ્રેનોમાં 15 ટકા જેટલો પ્રવાહ ઘટયો
ભુજથી મુંબઇને સાંકળતી ટ્રેનોમાં મુસાફરોનો પ્રવાહ ઘટયો હોવાનું દેખાઇ રહ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોનાની ગંભીર સ્થિતિના કારણે પ્રવાસીઓના આવન જાવનમાં 15 ટકા જેટલો ઘટાડો થયો હોવાનું રેલવેના આધારભુત સુત્રોએ જણાવ્યું હતું. તો રેલવે સ્ટેશને થતી આર.ટી.પી.સી.આર. ટેસ્ટની ચકાસણી પણ પ્રવાહ ઘટવા પાછળ કારણભુત હોવાનું જાણવા મળ્યું હતું. મહારાષ્ટ્ર અને ગુજરાત રાજયમાં કોરોનાના કેસોમાં ભારે ઉછાળો આવ્યો છે, મોટા શહેરોમાં રાત્રી કર્ફયુ લાદી દેવાયું છે તો મહારાષ્ટ્રમાં પણ લોકડાઉન જેવી પરીસ્થિતિ છે. ભુજથી મુંબઇ સુધીની ટ્રેનો ચાલુ છે ત્યારે પ્રવાસીઓમાં ઘટાડો થયો હોવાની વાત સામે આવી છે. ભુજ આવતા તેમજ મુંબઇ જતા પ્રવાસીઓમાં 15 ટકા જેટલો પ્રવાહ ઘટયો છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો