તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેડતી:દારૂ પી ‘ચાલ મારી સાથે’ કહી 100-500ની નોટો ઉડાવી એર હોસ્ટેસની છેડતી કરનારા પેસેન્જરની ધરપકડ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • કોચીથી આવતી ફ્લાઇટમાં હેરાન કરતો હતો

કેરળના કોચીથી આવતી ઈન્ડિગો એરલાઇન્સની એર હોસ્ટેસને દારૂ પીને હેરાન કરનારા પેસેન્જરની એરપોર્ટ પોલીસે ધરપકડ કરી છે. એરપોર્ટ પોલીસે આરોપી સામે પ્રોહિબિશેનના ગુનો નોંધ્યો છે.

મુંબઈની વતની અને હાલ અમદાવાદમાં રહેતી 31 વર્ષની યુવતી ઇન્ડિગો એરલાઇન્સમાં એર હોસ્ટેસ તરીકે ફરજ બજાવે છે. યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે, કોચીથી આવતી ફ્લાઈટમાં તે ડ્યૂટી પર હતી ત્યારે પેસેન્જર અભિરાજ મનુ માધવન જોર જોરથી બૂમ પાડી કોફી માગતો હતો. આથી એર હોસ્ટેસ તેની પાસે ગઈ હતી, પણ પેસેન્જર તેની સાથે બિભત્સ વર્તન કરવા લાગ્યો હતો અને બાજુમાં બેઠેલા પેસેન્જર પર ઢળી પડ્યો હતો.એનું નામ જાણવા અન્ય પેસેન્જરને પૂછ્યું તો તે ઉશ્કેરાઈ ગયો હતો. પેસેન્જર નશાની હાલતામાં હતો. તેણે કહ્યું હતું કે, નામ જાણવું હોય તો પેન અને કાગળ લઈ આવ. તેણે માસ્ક પણ પહેર્યું ન હતું. આ બનાવ અંગે એર હોસ્ટેસે ફ્લાઇટના કેપ્ટનને જાણ કરી હતી. ફરિયાદમાં એર હોસ્ટેસે આરોપ મૂક્યો છે કે, આ પેસેન્જરે ફ્લાઈટના ભયનો માહોલ ઊભો કર્યો હતો.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, પેસેન્જરે એર હોસ્ટેસને ‘ચાલ મારી સાથે’ કહી અડકવાનો પ્રયાસ કર્યો હતો અને રૂ. 500, રૂ. 100 અને રૂ. 10ની નોટો ઉછાળવા લાગ્યો હતો. અમદાવાદ એરપોર્ટ આવતા એર હોસ્ટેસે સિક્યોરિટી ગાર્ડને જાણ કરી હતી. આથી એરપોર્ટ પોલીસે આરોપી પેસેન્જરને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો