તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોળીને કોરોનાનું ગ્રહણ:હોળી-ધૂળેટી પર અમદાવાદના તમામ ક્લબ, પાર્ટી પ્લોટ બંધ રાખવા આદેશ, સોસાયટીઓમાં પાણી કે કલરથી રમવા પર પણ પ્રતિબંધ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધૂળેટીની ઉજવણીની પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
ધૂળેટીની ઉજવણીની પ્રતિકાત્મક તસવીર
  • હોળી-ધૂળેટીના તહેવારને લઈને AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે જારી કરી ગાઈડલાઈન્સ

શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોની સંખ્યાને જોતા આગામી 28 અને 29 તારીખના રોજ આવતા હોળી-ધૂળેટીના તહેવારને લઈને AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કેટલીગ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જે મુજબ અમદાવાદમાં ક્લબ, પાર્ટી પ્લોટ, સમાજની વાડી, સ્વિમિંગ પૂલ સહિતના સ્થળોએ ઉજવણીના કાર્યક્રમો બંધ રહેશે. આ ઉપરાંત સોસાયટીઓમાં પણ ટોળા વળીને પાણી કે કલરથી કરાતી હોળીની ઉજવણી બંધ રાખવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 27 માર્ચે એક પ્રેસનોટ જાહેર કરી છે. જેમાં હોળી અને ધૂળેટીના તહેવારની ઉજવણીને લઈને સરકાર દ્વારા નક્કી કરાયેલી કોવિડ-19ની ગાઈડલાઈન નીચે મુજબ નક્કી કરાઈ છે.

  • તમામ ક્લબો સદંતર બંધ રહેશે.
  • તમામ સરકારી તેમજ પ્રાઈવેટ સ્વીમિંગ પૂલ બંધ રહેશે.
  • મોટી સોસાયટીઓ તેમજ બંગલાઓમાં ટોળે વળી પાણી કે કલરથી હોળી રમીને કરાતી ઉજવણી બંધ રાખવાની રહેશે.
  • તમામ પાર્ટી પ્લોટોમાં ઉજવણી બંધ રહેશે.
  • સમાજની વાડીમાં કરવામાં આલતાં ઉજવણીના કાર્યક્રમો બંધ રહેશે.
  • મોટા મંદિરો/હવેલીમાં ફુલ-કલરથી હોળી રમવાના ઉત્સવો બંધ રાખવાના રહેશે.
  • જાહેર રસ્તાઓ ઉપર હોળી રમી શકાશે નહીં. તેમજ જાહેર રસ્તા પર ટોળે વળીને પૈસા ઉધરાવાની પ્રવૃત્તિ કરી શકાશે નહીં.
AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે જાહેર કરેલી પ્રેસનોટ
AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે જાહેર કરેલી પ્રેસનોટ

હોળી-ધૂળેટીની ઉજવણીને લઈને સરકારની માર્ગદર્શિકા
28 માર્ચ અને 29 માર્ચના રોજ હોળી તથા ધુળેટીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. એવામાં સામાન્ય સંજોગોમાં હોળી-ધૂળેટીની ઉજવણીમાં સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો તથા રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકોના એકઠા થવાની સંભાવના છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા તહેવારની ઉજવણીને લઈને માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.

હોળિકા દહનની ફાઈલ તસવીર
હોળિકા દહનની ફાઈલ તસવીર

માત્ર હોળી પ્રગટાવવાની છૂટ
રાજ્ય સરકારે રાજ્યમાં હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણી પર શરતી મંજૂરી આપી છે. જેમાં હોળી પ્રગટાવવા માટે માત્ર મર્યાદિત સંખ્યામાં જ લોકો હાજર રહી શકે તેની મંજૂરી આપી છે. જ્યારે ધૂળેટી પર રંગો ઉછાળવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ થોડા દિવસો અગાઉ માહિતી આપી હતી.

હોળીદહનમાં નિયમોનું પાલન જરૂરી
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં હોળીની પૂજા વિધિ માટે પ્રગટાવી શકાશે પરંતુ જાહેર કે નાના મોટા રંગોત્સવના કાર્યક્રમોને મંજૂરી આપવામાં નહીં આવે. આ વિશે મુખ્યમંત્રી સાથેની કોર કમિટીની મીટિંગમાં નિર્ણય કરાયો હતો. ધાર્મિક ઉજવણીની હોળી દહન માટે મર્યાદિત રીતે લોકો એકત્રિત થાય તેની છૂટ આપવામાં આવી છે. પરંતુ હોળી રમવાની છૂટ આપવામાં નથી. મને વિશ્વાસ છે કે રાજ્યના નાગરિકો જાગૃત છે એટલે કોઈ પણ વ્યક્તિ કોરોનાનું સંક્રમણ ન થાય એટલે હોળી રમશે નહીં. ધાર્મિક રીતે હોળી દહનની મંજૂરી આપવામાં આવી છે. તેનું બધા પાલન કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો