તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીએ સૌપ્રથમવાર ઇન્ટરનેશનલ ટેસ્ટ મેચ રમાવવાની છે. ત્યારે સ્ટેડિયમમાં મેચ જોવા માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એટલું જ નહીં મેચની ટિકિટનું વેચાણ પહેલા ઓનલાઈન હતું. જેમાં લોકોનો સારો પ્રતિસાદ મળતા ઓફલાઇન ટિકિટનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે, જેથી વધુમાં વધુ લોકો મેચ જોવા માટે આવી શકે. જોકે 1 લાખ 10 હજારની આ બેઠક ક્ષમતાવાળા સ્ટેડિયમમાં આ વખતે 50 ટકા લોકો માટેની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે પાર્કિંગને લઈને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે આ વખતે ઓનલાઈન પાર્કિંગનું બુકિંગ કરવા માટે એક એપ તૈયાર કરવામાં આવી છે, જે લોકોએ મેચની ટિકિટ ખરીદી છે, તેઓ અત્યારથી જ તેમના વાહનના પાર્કિંગનું બુકીંગ કરાવી શકે છે. તેની સાથે સ્ટેડિયમની આજુબાજુના 27 પ્લોટ પણ તેના માટે ફાળવવામાં આવ્યા છે. પરંતુ આ AMDA PARK એપની મદદથી તમામ લોકો પાર્કિંગ નહીં કરી શકે. કારણકે આ એપ માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
IOS યુઝર્સ માટે આ સુવિધા ઉપલબ્ધ નથી
મહત્વનું છે કે, ઘણા લોકો એન્ડ્રોઈડ સિવાય IOS ઓપરેટિંગ સિસ્ટમ વાળા સેલ ફોન યુઝ કરતા હોય છે. તો તેઓને પાર્કિંગ ક્યાં કરવું તેને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે. આ એપ ના ટ્વિટર એકાઉન્ટમાં એક ટ્વિટમાં ઉલ્લેખ કરાયો છે કે, આ એપની મદદથી માત્ર એન્ડ્રોઈડ મોબાઇલથી જ પાર્કિંગનું બુકીંગ કરી શકાશે. કારણકે આ એક એન્ડ્રોઈડ એપ છે, હાલ આ એપ IOS યુઝર્સ માટે નથી તેઓ ભવિષ્યમાં ઉપલબ્ધ કરાવશે. પોલીસના જવાનોને પણ વાહનોની પાર્કિંગમાં કોઈ પણ અવ્યવસ્થા ન સર્જાય તે માટે તૈનાત કરવામાં આવી છે. તેમ છતા IOS સેલફોન યુઝર્સને 1થી 2 કિલોમીટર દૂર પાર્ક કરવાની વ્યવસ્થા જાતે કરવી પડશે.
પાર્કિંગ બાદ લોકોએ ચાલતા સ્ટેડિયમ આવવું પડશે
લોકોને આ પાર્કિંગ એપમાં બુકીંગ કરવાતી વખતે પણ ઘણી ખામીઓ સર્જાઈ હતી, જેના કારણે કંટાળેલા લોકોએ જોતે વ્યવસ્થા કરવાની વાત જણાવી. આ મામલે AMDA પાર્કના કાર્યકર્તા વસીમે divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ એપથી લોકોને પાર્કિંગમાં સરળતા રહેશે. તેમણે સ્ટેડિયમની આસપાસ 27 જેટલા પ્લોટ નક્કી કર્યા છે, જેમાં 14 હજાર ટુ વ્હીલરો અને 10 હજાર ફોર વ્હીલરો પાર્ક થઇ શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ એપ અત્યારે તો માત્ર એન્ડ્રોઇડ મોબાઇલમાં જ ઉપલબ્ધ છે. જેથી IOS યુઝર્સ આમાં બુક નહીં કરાવી શકે. તેવા લોકોએ પાર્કિંગ માટે સ્ટેડિયમના ગેટની ટિકિટ વિન્ડો પર આવીને વ્યવસ્થા કરવી પડશે. કોઈએ મેચની અગાઉ ટિકિટ ન ખરીદી હોય તો તેને ગેટ નંબર 1ની આગળ આવીને મેચની ટિકિટ લેવી પડશે અને ત્યારપછી 1-2 કિલામીટર દૂર જઈને સ્ટેડિયમે ફાળવેલા પ્લોટમાં પોતાનું વાહન પાર્ક કરવાનું રહેશે. તે વિસ્તાર દૂર હોવાથી તેમણે પાર્કિંગથી સ્ટેડિયમ ચાલતા આવવું પડશે જેથી તેમને સ્પોટ બુકીંગમાં તકલીફો પડી શકવાના એંધાણ છે.
લોકોને AMTS અને BRTSમાં આવવા પાલીસનું નિવેદન
આ પ્રકારની વ્યવસ્થા કરાતા લોકોમાં ઘણા બધા સવાલો ઉઠી જવા પામ્યા હતા. તેમને સવાલો ઉઠાવ્યા હતા કે, સ્ટેડિયમની અંદર પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાં બહાર કેમ પાર્કિંગ કરવામાં આવે છે? તેમના વાહનો બહાર રહેશે તો ચારી થવાનો ભય પણ રહેલો છે તેવામાં આ જવાબદારી કોના હસ્તક રહેશે? તેની સાથે 1-2 કિલોમીટર દૂર વાહનો પાર્ક કરાતા લોકોને ચાલતા સ્ટેડિયમમાં આવવાની ફરજ પડી શકે તેમ છે. પોલીસે લોકોને AMTS અને BRTSમાં સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવવાનું સુચન કર્યું છે, જેથી પાર્કિંગની અસુવિધાઓમાં ઘટાડો થાય.
2 વ્હીલર પાર્કિગ માટે AMDA PARK ના પાર્કિંગ ની જગ્યાઓ
સ્ટેડિયમ મુખ્ય ગેંટ નંબર 1ની સામે,
ફોર વ્હીલર માટે AMDA PARK ની પાર્કિગ માટે ની જગ્યાઓ
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.